Business

સોનું વધીને રૂ. દોઢ લાખ: ચાંદીમાં રૂ.૬૦૦૦ની તેજી: ક્રૂડ ફરી ઉંચકાયું

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ સહિત અમદાવાદ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં સોનું 4200 ડોલર પાર કરતાં, ઘરઆંગણે આયાત ખર્ચ વધ્યો. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 3500 રૂપિયા વધી 1,50,000 થયો. ચાંદી કિલો દીઠ 2000 રૂપિયા વધી 2,24,000 પહોંચી. મુંબઈમાં પણ સોના-ચાંદીમાં નોંધપાત્ર તેજી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું વધીને રૂ. દોઢ લાખ: ચાંદીમાં રૂ.૬૦૦૦ની તેજી: ક્રૂડ ફરી ઉંચકાયું

વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ૪૨૦૦ ડોલર કુદાવી ગયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં ઝડપી તેજી જોવા મળી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યુ હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના ૪૨૦૦ ડોલર પાર કરી ગયા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૯૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધી રૂ.૨૨૪૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૪૦૬૩ વાળા વધી ૪૨૦૬થી ૪૨૦૭ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૯.૨૦થી વધી ૬૨.૪૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૭૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૫૦૪૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૫૬૨૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૦૦૦ ઉછળી રૂ.૨૨૪૫૬૨ રહ્યા હતા.
ઉંચામાં ભાવ રૂ.૨૨૬૨૦૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા મુંબઈ પ્લેટીનમના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૫૯૩૫૨થી વધી ૬૩,૧૪૨ થઈ ૬૦૦૬૨ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૬૦૦થી વધી ૧૭૮૭ થઈ ૧૭૬૨થી ૧૭૬૩ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૩૦૬થી વધી ૧૩૯૫ થઈ ૧૩૮૩થી ૧૩૮૪ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૪૪ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલ બજારમાં બ્રેન્ટના ભાવ બેરલના નીચામાં ૭૮.૧૧ ડોલર તથા ઉંચામાં ૮૦.૯૫ થઈ ૮૦.૦૮ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૬.૧૦ ડોલ ર રહ્યા હતા.અમેરિકાએ ઈરાનને હોર્મુઝ રુટ વહેલી તકે ફરી ખુલ્લો મૂકવા ચેતવણી આપી હોવાના સમાચાર હતા. આ રુટ પર સ્પેશિયલ ચાર્જ વસુલ કરવા ઈરાન પ્રયત્નો કરી રહ્યાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, સાઉદીના ટેન્કર પર હાઉથીઝ જૂથે હુમલો કર્યાના સમાચાર પણ મળ્યા હતા.