સોનાના ભાવમાં 2500 અને ચાંદીના ભાવમાં 10,000નો વધારો, બીજી તરફ ક્રૂડમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપથી આગળ વધતાં ભાવમાં નવો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં તહેવારો ટાંણે કિંમતી ધાતુઓમાં તીવ્ર તેજી આવતાં નવી માગ રુંધાવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ગબડતાં વૈશ્વિક સોનાના ભાવ ઉછળી ઔંસના ૪૬૦૦ ડોલર પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.
ડોલર ઈન્ડેક્સ તૂટતાં વિશ્વ બજારમાં ફંડો એક્ટીવ બાઈંગના મુડમાં: ક્રૂડમાં ચીનની નવી માગ રુંધાઈ
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૫૦૦ ઉછળ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ ૧૦ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૪૭૦થી ૪૪૭૧ વાળા વધી ઉંચામાં ભાવ ૪૬૦૪ થઈ ૪૫૯૮થી ૪૫૯૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં સરકાર પર દેવાનો બોજ રેકોર્ડ વધતા જતાં તથા બોન્ડ બજારમાં સરકાર બાયબેક કરવા નિકળશે એવા સંકેતો મળતાં બોન્ડ બજારમાં વ્યાપક અફડાતફડી જોવા મળતાં વિશ્વ બજારમાં આજે સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ તથા કોપરના ભાવ પણ ઝડપી ઉછળ્યા હતા જ્યારે ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૬.૪૫ વાળા વધી ૭૦.૦૨ ડોલર થઈ ૬૯.૮૨થી ૬૯.૮૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ૪૬૦૦ ડોલર
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૪૫૦૦ બોલાયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી રૂ.૨૪૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ રૂ.૩૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૯૯૭૭ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૦૬૨૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વ ગર રૂ.૯૦૦૦ વધી રૂ.૨૪૬૬૩૦ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે પ્લેટીનમનાભાવ ઔંસના ૧૮૧૬થી ૧૮૧૭ વાળા વધી ૧૯૦૫ થઈ ૧૮૮૩થી ૧૮૮૪ ડોલર ૧૮૮૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૩૨૮થીી ૧૩૨૯ વાળા વધી ૧૩૭૦ થઈ ૧૩૫૪થી ૧૩૫૫ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૨.૧૭ ટકા ઉચકાયા હતા. મ ુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૬૦૦ વધી રૂ.૬૭૩૬૭ બોલાયા હતા. સોનાના ભાવ વિશ્વ બજારમાં વધી ૩ મહિનાની ટોચે પહોંચ્યા હતા. વિકલી ભાવ વૃદ્ધી પાંચ ટકા થઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે વધી ૯૪ ડોલર ઉપર ગયા હતા તે આજે નીચામાં ભાવ ૯૨.૭૪ થઈ ૯૩.૦૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૮૮.૭૧ વાળા નીચામાં ભાવ ૮૫.૮૦ થઈ ૮૬.૨૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી પડયાના વાવડ હતા.









