Get The App

સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
સોનું ખરીદનારા સાવધાન! રશિયાની એક ચાલથી મચશે હાહાકાર, ₹90,000 સુધી ભાવ ઘટવાની ભવિષ્યવાણી 1 - image

AI Image of Gold 


Gold Price Outlook: સોનાના ભાવમાં રોકાણ કરનારાઓ માટે એક ચોંકાવનારા અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આસમાને પહોંચેલા સોનાના ભાવમાં હવે મોટા ઘટાડાની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનીએ તો, આગામી સમયમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹1 લાખની સપાટીથી પણ નીચે જઈ શકે છે.

બજારની વર્તમાન સ્થિતિ

વર્ષ 2025માં રોકાણકારોને માલામાલ કરનારું સોનું જાન્યુઆરી 2026માં ₹1,93,000 પ્રતિ 10 ગ્રામના શિખરે પહોંચ્યું હતું. જોકે, તાજેતરમાં MCX પર સોનું ઘટીને ₹1,56,200 પર બંધ થયું છે, જે તેના રેકોર્ડ સ્તરથી આશરે 13.50% એટલે કે ₹24,500 જેટલું નીચે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કોમેક્સ ગોલ્ડ તેના ઉચ્ચ સ્તરથી 10.50% જેટલું ગગડ્યું છે.

રશિયાનો 'ડોલર' તરફી ઝુકાવ અને બ્રિક્સને ઝટકો

સોનાના ભાવ ઘટવા પાછળનું સૌથી મોટું કારણ રશિયાની બદલાયેલી વ્યૂહરચના માનવામાં આવે છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, રશિયા હવે અમેરિકા સાથે આર્થિક ભાગીદારી વધારવા અને ડોલર આધારિત વેપાર પર પરત ફરવા વિચારી રહ્યું છે. અત્યાર સુધી બ્રિક્સ (BRICS) દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પાયે સોનું જમા કરી રહ્યા હતા, પરંતુ જો રશિયા ફરી ડોલરનો ઉપયોગ શરૂ કરે, તો સોનાની માંગમાં મોટો ઘટાડો આવી શકે છે.

સેન્ટ્રલ બેંકોની ખરીદીમાં બ્રેક

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફનો સામનો કરવા વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદી વધારી હતી, જેનાથી ભાવ ઉછળ્યા હતા. પરંતુ હવે જો રશિયા અને અન્ય દેશો ડોલર તરફ વળશે, તો આ બેંકો સોનાની ખરીદી અટકાવી શકે છે અથવા ઓપન માર્કેટમાં સોનું વેચવાનું શરૂ કરી શકે છે. પુરવઠો વધતા સોનાના ભાવમાં ઝડપી સુધારો (ઘટાડો) જોવા મળી શકે છે.

2027 સુધીનું આઉટલુક

નિષ્ણાતો મતે, ભારતમા સોનાના ભાવ તેના શિખર પર પહોંચી ગયા છે. 2027ના અંત સુધીમાં ભારતમાં સોનાના ભાવ ₹90,000 થી ₹1,00,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે આવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું 3,000 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે આવી શકે છે. જોકે, આ ઘટાડો એકસાથે નહીં આવે, વચ્ચે નાના ઉછાળા (Dead-cat bounce) જોવા મળી શકે છે.

નોંધ : નિષ્ણાતોની ભલામણ, સૂચન અને વિચાર તેમના પોતાના અભિપ્રાય છે, રોકાણ જોખમોને અધીન છે અને રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની જરૂરથી સલાહ લો.