Get The App

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું

- ચાંદીમાં જોકે વધુ પીછેેહટ : પ્લેટીનમમાં વિશ્વ બજાર પાછળ ઔરૂ. ૨૫૦૦નો ઘટાડો

- વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ૧૦૦ ડોલરની ઉછળકુદ : ડોલર તથા ક્રૂડની વધઘટ પર બજારની નજર

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું 1 - image

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટયા ભાવથી ઉંચકાયા હતા જ્યારે ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. જોકે નવા વેપાર ધીમા હતા. માર્ચ વર્ષાન્ત વચ્ચે બજારમાં નવા કામકાજો ઘટતાં હવે નવા નાણાં વર્ષ પર એપ્રિલ પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધુ તૂટયા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૨૧થી ૪૪૨૨ ડોલરવાળા નીચામાં ભાવ ૪૩૭૫ તથા ઉંચામાં ભાવ ૪૪૭૫ થઈ ૪૪૨૬થી ૪૪૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૬૭.૨૯થી ૬૭.૩૦ ડોલરવાળા ભાવ ઉંચામાં ૭૦.૩૬ થઈ ૬૭.૯૦ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૫૦૦ રહ્યા હતા. 

અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૨૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ઉછળ્યા હતા. વોર-ઈફેકટના પગલે વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ૧૦૬.૬૪થી વધી ઉંચામાં ભાવ ૧૧૧.૧૮ થઈ ૧૧૦.૯૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૩.૮૨થી વધી ૯૭.૨૨ થઈ ૯૬.૫૯ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં કિંમતી ધાતુઓના ભાવ ઘટયા પછી ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક સ્તરે  કિંમતી ધાતુઓના ભાવ ઘટયા મથાળેથી ફરી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૨૩૭૦ તથા ૯૯૯ના રૂ.૧૪૨૯૪૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉંચામાં રૂ.૨૨૫૭૦૦ થઈ રૂ.૨૨૧૬૪૭ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ  આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના  ભાવ ૧૮૭૫થી ૧૮૭૬ વાળા નીચામાં ભાવ ૧૮૧૩ તથા ઉંચામાં ભાવ ૧૯૧૧ થઈ ૧૮૩૯થી ૧૮૪૦ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાીવ ૧૩૭૯થી ૧૩૮૦ વાળા નીચામાં ભાવ ૧૩૪૪ તથા ઉંચામાં ભાવ ૧૪૧૭ થઈ ૧૩૭૭થી ૧૩૭૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૬ ટકા માઈનસમાં રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયો તૂટતાં તથા સામે ડોલરના ભાવ ઉછળી રૂ.૯૫ નજીક પહોંચતા તેના પગલે ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડે બજારને સપોર્ટ મળતો પણ જોવા મળ્યો હતો.  મુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૧૨૫૫ રહ્યા હતા.