સોનામાં રૂ.૩૫૦૦નો ઉછાળો :ચાંદીમાં રૂ.૮૫૦૦ની તેજી: ક્રૂડ વધી ૯૪ ડોલર પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ૪૫૦૦ ડોલર કુદાવી ગયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ આંચકા પચાવી ફરી ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજારંમાં સોનાના ભાવ ઉછળી ઔંસના ઉંચામાં ૪૫૦૦ ડોલર પાર કરી ગયાના સંમાચાર હતા. અમેરિકામાં સરકારે બોન્ડમાં બાયબેક વધારી બમણી કરવાના સંકેતો આપતાં તથા વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ગબડતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર મળ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૫૦૦ વધ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૬૫થી ૪૩૬૬ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૪૫૨૭ થઈ ૪૪૭૦થી ૪૪૭૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળી બેરલદીઠ ૯૪ ડોલર ઉપર જતાં તેની ઈમ્પેક્ટ પણ સોનાના ભાવ પર દેખાઈ હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ ચાલુ રહેતાં તથા સાઉદી અરેબિયાના ઓઈલમાં ચીનની માગ વધતાં વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા. સાઉદી અરેબિયાએ ચીનને આશરે ૪૦ લાખ બેરલ્સ ક્રૂડ વેંચ્યાના સમાચાર હતા. જોકે અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૪૪ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર પણ મળ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૬૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૬૩.૪૭થી વધી ઉંચામાં ભાવ ૬૭.૩૧ થઈ ૬૬.૪૪થી ૬૬.૪૫ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૨૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૫૬૪૫૧ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૭૦૮૦ બોલાયા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૫૦૦ ઉછળી રૂ.૨૩૭૭૬૬ બોલાયા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના વધી ૧૮૩૨થી ૧૮૩૩ ડોલર થઈ ૧૮૧૬થી ૧૮૧૭ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનંમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦૦ વધી રૂ.૬૪૭૨૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ઔંસના ઉંચામ ૧૩૪૪થી ૧૩૪૫ થઈ ૧૩૨૮થી ૧૩૨૯ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૯૧.૬૬થી વધી ઉંચામાં ભાવ ૯૪.૩૮ થઈ ૯૪.૩૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૮.૭૧ ડોલર રહ્યા કોપરના વૈશ્વિક ભાવ આજે જોકે ૦.૯૩ ટકા માઈનસમાં રહ્યા હતા. બ્રિટનમાં કોપરનો સ્ટોક વધ્યાના વાવડ હતા.









