Get The App

સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી

- વૈશ્વિક સોનું ઘટીને ૩૪૧૧, ચાંદી ૩૬.૩૨ ડોલર નજીકવૈશ્વિક સોનું ઘટીને ૩૪૧૧, ચાંદી ૩૬.૩૨ ડોલર નજીક

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.500 ઘટીને રૂ.1,02,500 : ચાંદી વધીને રૂ.1,06,700 પહોંચી 1 - image


મુંબઈ : ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્વ ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું હોઈ પરમાણું યુદ્વના વધતા ખતરાં સાથે ત્રીજા વિશ્વ યુદ્વના પણ સતત ભણકારાં વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાન-ઈઝરાયેલ યુદ્વના ભારત-પાકિસ્તાનની જેમ અંત વહેલી તકે આવશે એવા કરેલા નિવેદને અને જી-૭ દેશોની મીટિંગ પર નજરે આજે વૈશ્વિક બજારો પાછળ સોનામાં ઊંચા મથાળે સાવચેતી સામે સામે ચાંદીના ભાવોમાં મજબૂતી રહી હતી.

બન્ને કિંમતી ધાતુઓના ભાવ વિશ્વ બજારમાં ઘટી આવ્યા સાથે મુંબઈ અને અમદાવાદ સહિત દેશભરમાં વધતાં અટકી સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધતાં અટકીને સાધારણ ઘટાડા તરફી રહ્યા હતા. ક્રુડ ઓઈલના ભાવોમાં પણ ઉંચા મથાળે સાવચેતી વચ્ચે આજે ભાવો દબાતા જોવાયા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનું ૯૯૯ના શનિવારના ૧૦ ગ્રામ દીઠ રૂ.૧,૦૩,૦૦૦ વાળા આજે રૂ.૫૦૦ જેટલા ઘટીને રૂ.૧,૦૨,૫૦૦  અને સોનું ૯૯૫ના રૂ.૧,૦૨,૭૦૦થી રૂ.૫૦૦ જેટલા ઘટીને રૂ.૧,૦૨,૨૦૦ રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ એક કિલોના શનિવારના રૂ.૧,૦૫,૦૦૦ વાળા આજે સાધારણ વધીને રૂ,૧,૦૫,૫૦૦ રહ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવાયા હતા. સોનું ૧૦ ગ્રામ દીઠ જીએસટી વગર ભાવો ૯૯૯ના રૂ.૯૯,૬૦૦થી ઘટીને રૂ.૯૯૩૭૩ અને ૯૯૫ના રૂ.૯૯,૨૦૦થી ઘટીને રૂ.૯૮૯૭૫ જેટલા રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવોમાં મજબૂતી રહી કિલો દીઠ ૯૯૯ ચાંદીના ભાવ રૂ.૧,૦૬,૩૦૦થી વધીને રૂ,૧,૦૬,૭૦૦ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ભાવો ૩૪૩૩ ડોલરથી ઘટીને ૩૪૧૧ ડોલર નજીક અને ચાંદી ઔંસ દીઠ ૩૬.૪૭ ડોલર નજીક મજબૂત  બોલાતા હતા. જ્યારે પ્લેટીનમના ભાવ ઔંસ દીઠ ૧૨૨૮ ડોલરથી વધીને ૧૨૫૨ ડોલર અને પેલેડીયમના ઔંસ દીઠ ૧૦૩૧ ડોલરથી વધીને ૧૦૪૩ ડોલર નજીક રહ્યા હતા.

કોપર-તાંબાના ભાવ વિશ્વ બજારમાં ૦.૨૫ ટકા ઘટાડો બતાવતા હતા. ક્રુડ ઓઈલમાં વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રુડ સાંજે બેરલ દીઠ ૭૨.૯૮ ડોલરથી ઘટીને ૭૧.૯૪ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૭૪.૨૩ ડોલરથી ઘટીને ૭૩.૨૯ ડોલર નજીક રહ્યા હતા.


Tags :