Get The App

સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ. 7,000 રૂપિયા અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ

Updated: Jun 19th, 2026

GS TEAM

Google News
Google News
સોનાના ભાવમાં બે જ દિવસમાં રૂ.  7,000 રૂપિયા અને ચાંદીમાં રૂ. 22,000 સુધીનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 1 - image

MCX Gold And Silver Today Price : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો જોવા મળ્યો છે. શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 2%થી વધુ અને પ્રતિ કિલો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા સાથે સોનું તેના ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી આશરે 46,000 રૂપિયા અને ચાંદી તેના ઓલ ટાઈમ હાઈથી આશરે 1.90 લાખ રૂપિયા સસ્તી થઈ ચૂકી છે. બે દિવસમાં જ સોનામાં 7,000 રૂપિયા અને ચાંદીમાં 22,000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.

MCX : સોનાના ભાવમાં એક જ દિવસમાં રૂ.2,633ની ઉથલ-પાથલ

બજારમાં આજે સોનાના ભાવમાં એક જ દિવસમાં 2,633 રૂપિયાની ભારે ઉથલ-પાથલ જોવા મળી છે. સાંજે 7:00 વાગ્યા સુધીના ટ્રેડિંગના આંકડા નીચે મુજબ છે.

  • લેટેસ્ટ ભાવ: 1,47,426 રૂપિયા (1,883.00 રૂપિયા અથવા 1.26%નો ઘટાડો)
  • ઓપનિંગ ભાવ: 147,175.00 રૂપિયા
  • અગાઉનું બંધ: 149,309.00 રૂપિયા
  • દિવસનો સર્વોચ્ચ ભાવ (High): 148,343.004 રૂપિયા
  • દિવસનો લઘુતમ ભાવ (Low): 145,710.00 રૂપિયા
  • આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સોનું વધીને 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું.

આ પણ વાંચો : NEET-UG રિ-એક્ઝામ પહેલા સરકાર-NTAનો મોટો નિર્ણય, દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

MCX : ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ.7,313ની ઉથલ-પાથલ

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ એક જ દિવસમાં 7,313 રૂપિયાની મોટી વધ-ઘટ જોવા મળી છે. શુક્રવારે ચાંદી એકઝાટકે 9,000 રૂપિયા સસ્તી થઈ હતી, જ્યારે ગુરુવારે તેમાં 13,000 રૂપિયાનો ઘટાડો થયો હતો. સાંજે 7:00 વાગ્યા સુધીના આંકડા નીચે મુજબ છે.

  • લેટેસ્ટ ભાવ: 2,33,950 રૂપિયા (3,622.00 રૂપિયા અથવા 1.52% નો ઘટાડો)
  • ઓપનિંગ ભાવ: 232,371.00 રૂપિયા
  • અગાઉનું બંધ: 237,572.00 રૂપિયા
  • દિવસનો સર્વોચ્ચ ભાવ (High): 235,475.00 રૂપિયા
  • દિવસનો લઘુતમ ભાવ (Low): 228,162.00 રૂપિયા
  • હાલનો સરેરાશ ભાવ: ચાંદી હાલમાં 2,31,600 રૂપિયા આસપાસ પહોંચી છે.
  • આ વર્ષની શરૂઆતમાં ચાંદીનો ભાવ વધીને 4.21 લાખ રૂપિયા પ્રતિ કિલોના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો, જે માત્ર 4થી 5 મહિનામાં ઘટીને 2.30 લાખની આસપાસ આવી ગયો છે.

આ એક કારણે ઘટ્યા સોના-ચાંદીના ભાવ

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ તૂટવાનું મુખ્ય કારણ અમેરિકી ફેડરલ રિઝર્વનો નિર્ણય છે. ફેડરલ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે અને આ વર્ષે ફરી વ્યાજ દર વધારવાના સંકેત આપ્યા છે. આ આક્રમક વલણ અને વધતી મોંઘવારીના જોખમને કારણે વૈશ્વિક શેરબજારો સહિત સોના-ચાંદી પર દબાણ વધ્યું છે અને મોટા પાયે વેચવાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો