Get The App

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ પ્રચંડ તેજીનો દોર 1 - image


Silver and Gold Price : વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધતા ભૌગોલિક તણાવ વચ્ચે કિંમતી ધાતુઓએ તમામ જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. 26 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ભારતમાં બજાર બંધ છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદી બંને પોતપોતાની સર્વોચ્ચ સપાટી એટલે કે 'ઓલટાઇમ હાઇ' પર પહોંચી ગયા છે. રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા બજારમાં આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો છે.

સોનામાં રૅકોર્ડબ્રેક તેજી 

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આજે 1.62%નો ઉછાળો જોવા મળ્યો હતો. ઇતિહાસમાં પ્રથમવાર સોનું પ્રતિ ઔંસ $5,000ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયું છે. સમાચાર લખવા સુધીમાં સોનું પ્રતિ ઔંસ 5080 ડૉલરની નજીક પહોંચી ગયું હતું. 

ચાંદીમાં તોફાની ઉછાળો 

જ્યારે સોના કરતાં પણ વધુ તેજી ચાંદીમાં જોવા મળી છે. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 4.51%નો તોતિંગ વધારો થયો છે. સમાચાર લખવા સુધીમાં ચાંદી આંતરરાષ્ટ્રીય બજારમાં 109 ડૉલરને આંબી ગઈ હતી. આ સાથે એવી આશંકા છે કે હવે આવતીકાલે જ્યારે બજાર ખૂલશે તો ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ભડકો બોલાઈ શકે છે. બીજી બાજુ ડૉલર સામે રૂપિયાની વેલ્યુ 91.65 પર પહોંચી ગઈ છે.