સોનામાં આગેકૂચ જારી : રૂ.1000 ઉછળી રૂ.103000ની નવી ટોચે
- ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડો એકટીવ : ક્રૂડતેલમાં તેજી અટકી ભાવમાં ઉંચેથી ધીમો ઘટાડો
- જોકે ઘરઆંગણે કરન્સીમાં બંધ બજારે ડોલર વધુ ઉંચકાયો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધી હતી. વિશ્વબજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વૈશ્વિક ભાવ ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઊંચી રહેતાં ઝવેરીબજારોમાં આજે તેજી આગળ વધી હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૦૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૩૦૦૦ના નવી ઉંચી ટોચે પહોંચી ગયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૪૨૪થી ૩૪૨૫ વાળા વધી ઉંચામાં ભાવ ૩૪૪૬ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૪૩૨થી ૩૪૩૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૬.૨૩થી ૩૬.૨૪ વાળા ઉંચામાં ભાવ ૩૬.૬૩ થઈ છેલ્લે ભાવ ૩૬.૩૦થી ૩૬.૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૬૬૧ વાળા રૂ.૯૯૨૦૦ જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૦૫૮ વાળા રૂ.૯૯૬૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૬૧૬૭ વાળા રૂ.૧૦૬૩૦૦ બોલાઈ રહ્યા હતા.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૫૯ થયા પછી છેલ્લે ૯૮.૧૪ રહ્યાના નિર્દેશો હતા. જોકે મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૬.૦૮ વાળા વધી રૂ.૮૬.૧૭થી ૮૬.૧૮ બોલાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૨૫૪ વાળા ઘટી ૧૨૧૫ થઈ છેલ્લે ભાવ ૧૨૨૮થી ૧૨૨૯ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૫૪ વાળા ઘટી ૧૦૩૧ થઈ છેલ્લે ભાવ ૧૦૩૨ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવછેલ્લે ૦.૪૧ ટકા નરમ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળે ઘટાડો બતાવતા હતા. નવી માગ ધીમી હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૪.૩૯ વાળા છેલ્લે ૭૪.૨૩ તથા યુએસ ક્રૂડના ભાવ ૭૩.૪૬ વાળા છેલ્લે ભાવ ૭૨.૯૮ ડોલર રહ્યા હતા.