Get The App

સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો

- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ઔશના ૩૩૦૦ ડોલરની અંદર ઉતર્યા પછી ભાવ ફરી બાઉન્સ બેક થયાના નિર્દેશો

- ક્રૂડમાં નીચા મથાળે સપોર્ટ : અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૩ લાખ બેરલ્સ ઘટયો

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
સોનું રૂપિયા એક લાખની અંદર : ચાંદીમાં રૂ.3500નો કડાકો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૭થી ૩૩૧૮ વાળા જો કે નીચામાં એક તબક્કે ૩૨૯૫ થયા પછી ફરી વધી ઉંચામાં ભાવ ૩૩૩૭ થઈ ૩૩૨૦થી ૩૩૨૧ ડોલર રહ્યા હતા.

દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૯૯૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૦૨૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ ઝડપી રૂ.૩૫૦૦ ગબડી રૂ.૧૦૪૫૦૦ બોલાયા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૫.૯૮તી ૩૫.૯૯ વાળા નીચામાં ભાવ ૩૫.૬૭ થઈ ૩૫.૭૬થી ૩૫.૭૭ ડોલર ડોલર રહ્યાના સમાચાર હતા.  વૈશ્વિક કોપરના ભાવ જોકે ૦.૬૪ ટકા ઉંચકાયા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઉંચામાં ૧૩૩૦ તથા નીચામાં ભાવ ૧૨૯૮ થઈ ૧૩૧૦થી ૧૩૧૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૦૭૬ તથા નીચામાં ૧૦૪૪ થઈ ૧૦૪૯થી ૧૦૫૦ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવમાં  ઘટયા મથાળે બેતરફી વધઘટ દેખાઈ હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૭.૩૨ થઈ ૬૭.૬૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૪.૫૧ થઈ ૬૪.૭૭ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૨થી ૪૩ લાખ બેરલ્સ ઘટયો હોવાનું અમેરિકન  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

આવો સ્ટોક ૬ લાખ બેરલ્સ ઘટશે એવી અપેક્ષા બજારમાં ચર્ચાતી હતી પરંતુ તેના બદલે સ્ટોકમાં અપેક્ષાથી વધુ ઘટાડો  થયો હોવાના સમાચાર હતા અને તેના પગલે ક્રૂડતેલના વૈશ્વિક ભાવમાં નીચા મથાળે બજારને સપોર્ટ મળી રહ્યાનું બજારના  જાણકારો જણાવી રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૬૮૭૪ વાળા  રૂ.૯૬૭૬૮ જ્યારે ૯૯૯ના રૂ.૯૭૨૬૩ વાળા રૂ.૯૭૧૫૭ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર  રૂ.૧૦૫૯૬૭ વાળા રૂ.૧૦૫૨૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

Tags :