Business

અમેરિકામાં વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં સોના-ચાંદીમાં તેજીનો ચમકારો

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં સોનું 4100 ડોલર પાર કરી 4074 ડોલર પર સ્થિર થયું, જ્યારે ચાંદી 58.15 ડોલર થઈ હતી. ક્રૂડતેલ 93 ડોલર પર પહોંચી 89.85 ડોલર પર આવ્યું. અમદાવાદમાં સોનાના ભાવમાં 1000 અને ચાંદીમાં 2000 રૂપિયાનો વધારો થયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં વ્યાજ દર જાળવી રાખવામાં આવતાં સોના-ચાંદીમાં તેજીનો ચમકારો

વૈશ્વિક સોનુ ઉછળી ૪૧૦૦ ડોલર
ક્રૂડમાં ભાવ વધી ૯૩ ડોલર પાર કર્યા પછી ફરી તૂટયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર મજબુતાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતા દેશના ઝવેરી બજારો પર તેની અસર દેખાઈ હતી. વિશ્વ બજારમાં ભાવ વધતાં ઘરઆંગણ ે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાતાં દેશના ઝવેરી બજારો પર તેની અસર દેખાઈ હતી.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ વધ્યા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ૪૦૩૨થી ૪૦૩૩ ડોલરવાળાા વધી ઉંચામાં ભાવ ૪૧૦૦ થઈ ૪૦૭૪થી ૪૦૭૫ ડોલર રહ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૫૭,૬૧થી ૫૭.૬૨ વાળા ઉંચામાં ભાવ ૫૮.૬૫ થઈ ૫૮.૧૪થી ૫૮.૧૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઝડપી ઘટયાના સમાચાર મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૯૩ની સપાટી પાર કરી ૯૩.૩૧ ડોલર થયા પછી ભાવ ઘટી ૮૯.૮૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૫.૯૪ થઈ ૮૩.૫૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર વધારવાના બદલે જાળવી રાખવામાં આવ્યાના સમાચાર મળ્યા હતા. આના પગલે વિશ્વ બજારમાં ડાલરનો ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં આજે તેજી દેખાઈ હતી.
ભારતમાંથી યુરોપ તરફ જુલાઈમાં ડિઝલની નિકાસ વધી આશરે ૪૦થી ૫૦ લાખ બેરલ્સ થયાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૭૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૨૨૬૦૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૨૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૨૮૧૦ તથા ૯૯૯ના રૂ.૧૪૩૩૮૪ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦ વધી રૂ.૨૧૮૬૬૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૯૭ વાળા ઉંચામાં ભાવ ૧૬૩૧ થઈ ૧૬૨૫થી ૧૬૨૬ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૨૫૭ વાળા વધી ઉંચામાં ભાવ ૧૨૮૯ થઈ ૧૨૮૫થી ૧૨૮૬ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૨૦થી ૨.૨૫ ટકા ઉંચકાયા હતા.