સોના-ચાંદીમાં તેજીનો ચમકારો: ક્રૂડમાં પીછેહટ: અમેરિકામાં ક્રૂડના સ્ટોકમાં ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાઉદી અરેબિયાથી ક્રૂડની નિકાસ વધી ઈરાન યુદ્ધ પૂર્વેની સપાટીએ પહોંચી: પ્લેટીનમના ભાવ રૂ.૨૦૦૦ ઉછળ્યા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ ઝડપી વધ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચકાતાં દેશમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું તથા તેની અસર બજાર ભાવ પર દેખાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૩૦૦૦ વધ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૦૩૨થી વધી ઉંચામાં ભાવ ૪૦૮૦ થઈ ૪૦૬૭થી ૪૦૬૮ ડોલ ર રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔસના ૫૯.૦૬ વાળા ઉંચામાં ભાવ ૬૦.૪૨ થઈ ૫૯.૭૮ થી ૫૯.૭૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનાભાવ બેરલના ૭૨.૩૧ ડોલરવાળા નીચામાં ભાવ ૭૦.૧૪ થઈ ૭૦.૩૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૯.૦૩ વાળા નીચામાં ભાવ ૬૭.૦૪ થઈ ૬૭.૨૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૨૪૩૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૩૦૦૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૩૪૦૦ વધી રૂ.૨૨૮૮૫૦ રહ્યા હતા. મ્ મ ુંબઈ પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૦૦ વધી રૂ.૫૮૦૭૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૧૫૭૨ વાળા વધી ઉંચામાં ભાવ ૧૬૨૪ થઈ ૧૬૦૯થી ૧૬૧૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૯૯થી વધી ૧૨૫૨ થઈ ૧૨૪૭થી ૧૨૪૮ ડોલ ર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ જો કે ૦.૪૫ ટકા નરમ હતા. અમેરિકામાં ચીનનો જોબગ્રોથ અપેક્ષાથી ધીમો આવ્યો હતો. દરમિયાન, અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૮ લાખ બેરલ્સ ઘટયો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું. સાઉદી અરેબિયાથી ક્રૂડની નિકાસ વધી ઈરાન યુદ્ધ પૂર્વેના સ્તરે પહોંચી છે. દરમિયાન યુબીએસ દ્વારા ક્રૂડતેલના આગામી ભાવનો અંદાજ ઘટાડવામાં આવ્યાના સમાચાર હતા.
અમેરિકામાંમ જૂનનો જોબગ્રોથ ૫૭ હજાર આવ્યો છે જ્યારે અપેક્ષા ૧ લાખ ૧૦ હજારના જોબગ્રોથની રહી હતી. ત્યાં એપ્રિલ તથા મેના જોબગ્રોથના આંકડાઓ પણ અગાઉ જાહેર થયેલા આંકડાઓની સરખામણીએ હવે ઓછા જાહેર થયાના સમાચાર હતા.









