ચાંદીની કિંમતમાં રૂ.32000ની તો સોનામાં રૂ.8500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Today Gold and Silver Rates : સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 32,000થી વધુની ઉથલ-પાથલ જોવા મળી છે.
ચાંદીમાં રૂ. 32,289ની તોતિંગ ઉથલ-પાથલ
MCX ફ્યુચર માર્કેટમાં ચાંદીના ભાવમાં આજે તોફાની તેજી જોવા મળ્યા બાદ રાત્રે ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે રૂ.2,68,015 પર માર્કેટ બંધ થયું હતું, ત્યારે આજે (3 ફેબ્રુઆરી) MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.2,67,000 નોંધાયો છે. એટલે કે આજે એક દિવસમાં ચાંદીના ભાવમાં રૂ.1015 (0.38%) નો ઘટાડો થયો છે. દિવસ દરમિયાન ભાવ રૂ.2,78,000ની ઊંચી સપાટી અને રૂ. 2,45,711ની નીચી સપાટીએ સ્પર્શી હતી, તે મુજબ દિવસ દરમિયાન રૂ. 32,289 જેવી મોટી ઉથલ-પાથલ જોવા મળી છે.
આ પણ વાંચો : 426 કિલોગ્રામ વજનની ગાંધીજીની પ્રતિમા ચોરાઈ
સોનાના ભાવમાં 8500ની ઉથલ-પાથલ
સોનાના ભાવમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યા બાદ ઘટાડો થયો છે. ગઈકાલે રૂ.1,53,809 પર માર્કેટ બંધ થયું હતું, ત્યારે આજે (3 ફેબ્રુઆરી) MCX પર માર્કેટના અંતે ભાવ રૂ.1,53,650 નોંધાયો છે. એટલે કે આજે એક દિવસમાં ભાવમાં રૂ.159 (0.10%) નો ઘટાડો થયો છે. દિવસ દરમિયાન ભાવ રૂ.1,53,806ની ટોચે પહોંચીને નીચામાં 1,47,215 પર નોંધાયા છે. તે મુજબ આજે સોનાના ભાવમાં દિવસ દરમિયાન રૂ. 8,584ની ઉથલ-પાથલ જોવા મળી છે.
ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઉછાળો
વૈશ્વિક બજારની વાત કરીએ તો, ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ રાત્રે 12.00 વાગ્યા સુધીમાં $4,908.63 પર ટ્રેડ થઈ રહ્યો છે. વૈશ્વિક માર્કેટમાં દિવસ દરમિયાન સોનાનો ભાવ હાઈમાં $4,991.52 અને લોમાં $4633.33 નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સોનાનો 52 સપ્તાહનો હાઈ $5,595.51 છે.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના નિયમો બદલાયા, ‘બન્ની હોપ’ પર પ્રતિબંધ








