સોના-ચાંદીના ભાવ આસમાનેથી જમીન પર પટકાયા: ચાંદીમાં 13,000 રૂપિયાનો રેકોર્ડતોડ ઘટાડો, જાણો નવો ભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Silver Prices Crash Big: વૈશ્વિક બજારમાં ઝડપથી બદલાતા સમીકરણો અને આંતરરાષ્ટ્રીય તણાવની સીધી અસર બુલિયન માર્કેટ પર જોવા મળી છે. આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારો અને ગ્રાહકો માટે સોનું અને ચાંદી ખરીદવાની મોટી તક ઊભી થઈ છે. આ સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં આશરે 2,900 રૂપિયા અને ચાંદીના ભાવમાં 13,000 રૂપિયાથી વધુનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
ઇન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, સોના અને ચાંદી બંને ધાતુઓ પોતાના ઓલ-ટાઇમ હાઇ લેવલથી ઘણી નીચે આવી ગઈ છે.
સોનાના વિવિધ કેરેટના ભાવમાં થયેલો ઘટાડો: જુઓ આખું ગણિત
માર્કેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શુદ્ધ સોનાથી લઈને દાગીના બનાવવા માટે વપરાતા સોનાના ભાવમાં નીચે મુજબનો ઘટાડો નોંધાયો છે:
- 24-કેરેટ સોનું: આ અઠવાડિયે 24-કેરેટ સોનાનો ભાવ 2,976 રૂપિયા ઘટીને 1,43,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જે અગાઉ 1,46,344 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.
- 22-કેરેટ સોનું: ઘરેણાં માટે સૌથી વધુ પસંદગી પામતા 22-કેરેટ સોનાની કિંમત પણ ઘટીને 1,31,325 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જે આ અઠવાડિયાની શરૂઆતમાં 1,34,051 રૂપિયા હતી.
- 18-કેરેટ સોનું: બજેટ ફ્રેન્ડલી ગણાતા 18-કેરેટ સોનાનો ભાવ 1,09,758 રૂપિયાથી ઘટીને હવે 1,07,526 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.
આ સપ્તાહ દરમિયાન સોનામાં સૌથી નીચો ભાવ 8 Julyના રોજ સાંજના સત્રમાં 1,42,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જ્યારે સૌથી ઊંચો ભાવ 6 Julyના સવારના સત્રમાં 1,45,583 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો હતો.
ચાંદીના ભાવમાં 13,000થી વધુનો ઐતિહાસિક કડાકો
સોનાની સરખામણીએ આ અઠવાડિયે ચાંદીના ભાવમાં મોટો ક્રેશ જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 13,468 રૂપિયાના તોતિંગ ઘટાડા સાથે 2,20,390 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે, જે અગાઉ 2,33,858 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે હતી.
આ અઠવાડિયે ચાંદીનો મહત્તમ ભાવ 6 Julyના રોજ સાંજના સત્રમાં 2,33,158 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે લઘુત્તમ ભાવ 10 Julyના રોજ સાંજના સત્રમાં 2,20,390 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે IBJA દ્વારા દરરોજ સવાર અને સાંજ એમ બે સત્રમાં સોના-ચાંદીના સત્તાવાર ભાવો જાહેર કરવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થિતિ અને ઘટાડાનું મુખ્ય કારણ
ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો, આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ 4,100 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 60 ડોલર પ્રતિ ઔંસની નજીક આવી ગયો છે.
માર્કેટ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સોના-ચાંદીના ભાવમાં આ અણધાર્યા ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો જિયોપોલિટિકલ તણાવ છે. અમેરિકા દ્વારા હોર્મુઝની ખાડીમાં કેટલાય કોમર્શિયલ જહાજો પર થયેલા હુમલા બાદ ઈરાનના અનેક શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેના જવાબી રૂપે ઈરાને અખાતી દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. આ ગંભીર સૈન્ય તણાવના કારણે વૈશ્વિક ઇકોનોમી અને કોમોડિટી માર્કેટમાં મોટી હલચલ મચી ગઈ છે અને રોકાણકારોના સેન્ટિમેન્ટ બદલાયા છે.




