સોના-ચાંદીમાં વિશ્વ બજાર પાછળ ઘટાડાનો પવન: મહિનાનું સૌથી નબળું સપ્તાહ
- દેશમાં કોલોઈડલ મેટલ્સ તથા કમ્પાઉન્ડના સ્વરૂપમાં ઈમ્પોર્ટ થતા ગોલ્ડની ઈમ્પોર્ટ પર સરકારે અંકુશો લાદયા
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વ બજારના સમાચાર પીછેહટ બતાવતા હતા. ઈરાન યુદ્ધમાં દાખલ થવા અમેરિકાએ થોભો અને રાહ જુઓની નિતી અપનાવતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. સોનાના ભાવમાં સપ્તાહમાં થયેલો ઘટાડો ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો મનાતો હતો.
દરમિયાન, વિશ્વ બજારમાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં દેશના ઝવેરી બજારોમાં આ જે કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૪૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૦૧૬૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૧૯૦૦ રહ્યા હતા. અણદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૫૦૦ ઘટી રૂ.૧૦૬૫૦૦ બોલાયા હતા.
વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૬૫થી ૩૩૬૬ વાળા ઘટી નીચામાં ભાવ ૩૩૪૦ થઈ ૩૩૪૫થી ૩૩૪૬ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૬.૨૨થી ૩૬.૨૩ વાળા નીચામાં ૩૫.૫૧ થઈ ૩૬.૦૩થી ૩૬.૦૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૮૮૬૪ વાળા રૂ.૯૮૧૦૯ થઈ રૂ.૯૮૨૯૬ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૯૨૬૧ વાળા રૂ.૯૮૫૦૩ થઈ રૂ.૯૮૬૯૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૦૭૩૮ વાળા રૂ.૧૦૫૫૯૨ થઈ રૂ.૧૦૬૭૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલ ઘટતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર નેગેટીવ પડી હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઘટી ૭૫.૫૧ થઈ ૭૬.૩૯ જ્યારે યુએસ ક્રૂડના ભાવ ઘટી ૭૪.૩૦ થઈ ૭૫.૧૫ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૧૧ ટકા નરમ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૨૬૫થી ૧૨૬૬થી ૧૨૬૭ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૫૬ થઈ ૧૦૪૭થી ૧૦૪૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન દેશમાં કોલોડીયમલ મેટલ્સ તથા કમ્પાઉન્ડ (ધાતુના નાના-નાના ટુકડાઓ) પ્રવાહી સ્વરૂપમાં કેમિકલ કમ્પાઉન્ડ તથા ઈંમ્પોર્ટ કરાતા હતા પરંતુ હકીકતમાં તેમાં ગોલ્ડ આવતું હતું તેની આયાત પર સરકારે હવે અંકુશો લાદયા છે ઉપરાંત એલોય ઓફ પેલેડીયમ, રોડીયમ તથા ઈરેડીયમ જેમાં એક ટકો ગોલ્ડ આવે છે તેની આયાત પર પણ સરકારે અંકુશો લાદયાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા.