Business

સોના-ચાંદીમાં રૂ. ત્રણ હજારનો ઘટાડો : ક્રૂડ ચાર માસના તળિયેથી ફરી ઉચકાયું

By GS Team
30 Jun 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઘટ્યા છે. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ વધતા સોનાના ભાવ તૂટ્યા હતા. અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹3000 અને ચાંદીનો ભાવ ₹3000 તૂટ્યો. ઊંચા ભાવને કારણે એપ્રિલથી જૂન દરમિયાન ભારતીય જનતાએ 50 ટન સોનું બજારમાં વેચ્યું છે, જે ગયા વર્ષ કરતાં 43% વધુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીમાં રૂ. ત્રણ હજારનો ઘટાડો : ક્રૂડ ચાર માસના તળિયેથી ફરી ઉચકાયું

ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનાના ભાવ ફરી તૂટયા
જનતાએ ૫૦ ટન સોનું બજારમાં વેંચ્યુ: ત્રણ મહિનામાં સોનામાં ઊંચા ભાવોએ ઘરગથ્થુ સોનાના વેંચાણમાં ૪૩ ટકાની વૃદ્ધિ
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવ ફરી તૂટયા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઘટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં બજાર ભાવ આ જેદબાણ હેઠળ જોવા મળ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટયા હતા. સામે ચાંદીના ભાવ પણ કિલોના રૂ.૩૦૦૦ તૂટયા હતા.વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૦૮૮થી ૪૦૮૯ વાળા ઘટી નીચામાં ભાવ ૪૦૨૫ થઈ ૪૦૪૧થી ૪૦૪૨ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર પાછળ અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૦૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૨૫૦૦૦ બોલાયા હતા. વિશ્વ બજારંમાં સોના પાછળ આજ ચાંદીના ભાવ ઔંસના ૫૯.૧૪થી ૫૯.૧૫ વાળા ઉંચામાં ભાવ ૫૯.૫૦ થયા પછી નીચામાં ભાવ ૫૭.૪૨ થઈ ૫૮.૧૮ થી ૫૮.૧૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, ભારતમાં સોનાના ઉંચા ભાવના આકર્ષણ વચ્ચે દેશની જનતાએ ઘરમાં પડેલાં સોનાના જથ્થા પૈકી ૫૦ ટન સોનાનું વેંચાણ બજારમાં એપ્રિલ થી જૂન દરમિયાન કરવામાં આવ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ગયા વર્ષે આ ગાળામાં આવું જે વેંચાણ કરાયું હતું તેની સરખામણીએ આ વર્ષે આવા વેંચાણમાં આશરે ૪૩ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈ બુલિયન બજારમં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૦૮૫૫ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૪૨૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૪૫૦૦ તૂટી રૂ.૨૧૯૯૮૦ બોલાયા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૯૯થી વધી ઉંચામાં ભાવ ૭૩.૩૯ થઈ ૭૨.૪૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૬૯.૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૭૦.૯૭ થઈ ૬૯.૮૯ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના ભાવ ચાર મહિનાના તળિયેથી ફરી ઉંચકાયા હતા.