વૈશ્વિક બજારોમાં તેજી : સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84059, નવ મહિનાની ટોચે
- નિફટી સ્પોટ ૮૯ પોઈન્ટ ઉછળી ૨૫૬૩૮ : FPIs/FIIની કેશમાં રૂ.૧૩૯૭ કરોડની ચોખ્ખી ખરીદી
- અમેરિકા સાથે ચાઈના સહિતની ટ્રેડ ડિલના પોઝિટીવ ડેવલપમેન્ટ : કેપિટલ ગુડઝ, હેલ્થકેર, ફાઈનાન્સ, સ્મોલ, મિડ કેપ, શેરોમાં વ્યાપક તેજી
મુંબઈ : વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હાલ તુરત દૂર થતાં અને અમેરિકી રાષ્ટ્રપતિ ફરી ઈરાન પરના પ્રતિબંધો નોન-એનરિચમેન્ટ ન્યુક્લિયર પ્રોગ્રામ સાથે શરતી દૂર કરવાની પહેલ કર્યાના અહેવાલ અને ચાઈના સાથે ટ્રેડ ડિલ કર્યાના અહેવાલે અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારોમાં સપ્તાહના અંતે સાર્વત્રિક તેજી રહી હતી. ભારતીય શેર બજારોમાં પણ મેગા ડિલ્સ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ગુરૂવારે રૂ.૧૨,૫૯૪ કરોડની ચોખ્ખી ખરીદી કરતાં અને મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની શેરોમાં સતત ધૂમ ખરીદીએ આજે સેન્સેક્સે ૮૪૦૦૦ની સપાટી ફરી કુદાવી નવ મહિનાની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ પણ ઘટી આવ્યાના પોઝિટીવ પરિબળે ફંડો શેરોમાં લેવાલ રહ્યા હતા. બજારમાં સતત ચોથા દિવસે તેજી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી થવા સાથે ઓઈલ-ગેસ, બેંકિંગ, હેલ્થકેર-ફાર્મા, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. આરંભિક સાંકડી વધઘટ બાદ સેન્સેક્સ સુધારાની ચાલે વેગ પકડતાં અંતે ૩૦૩.૦૩ પોઈન્ટ વધીને ૮૪૦૫૮.૯૦ અને નિફટી ૫૦ સ્પોટ ૮૮.૮૦ પોઈન્ટ વધીને ૨૫૬૩૭.૮૦ બંધ રહ્યા હતા.
ટ્રેડ ડિલ, યુ.એસ. ફેડરલના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં અવિરત સાર્વત્રિક તેજી
અમેરિકાની ચાઈના સહિત સાથે ટ્રેડ ડિલની તૈયારી અને યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની મૂકાતી શકયતાએ આજે વૈશ્વિક બજારોમાં સતત તેજી રહી હતી. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૫૬૬ પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૪૮ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૧૬૬ પોઈન્ટનો સુધારો અને ફ્રાંસનો કેક-૪૦ ઈન્ડેક્સ ૧૦૨ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.
હેલ્થકેર શેરોમાં ઈન્દ્રપ્રસ્થ રૂ.૪૨, નારાયણ હ્યુદાલ્યા રૂ.૧૯૯, બ્લિસ રૂ.૮, અબોટ રૂ.૧૬૫૫ ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોની આજે ખરીદી વધી હતી. ઈન્દ્રપ્રસ્થ મેડીકલ કોર્પોરેશન રૂ.૪૧.૮૫ ઉછળીને રૂ.૪૫૧, નારાયણ હ્યુદાલ્યા રૂ.૧૯૯.૩૫ ઉછળીને રૂ.૨૨૭૦.૧૫, બ્લિસ જીવીએસ રૂ.૮.૨૫ વધીને રૂ.૧૫૭.૦૫, અબોટ ઈન્ડિયા રૂ.૧૬૫૪.૭૫ ઉછળીને રૂ.૩૪,૮૦૦.૯૫, ગ્લેક્સો ફાર્મા રૂ.૧૬૦.૩૫ વધીને રૂ.૩૪૫૭.૭૦, ટોરન્ટ ફાર્મા રૂ.૧૪૯.૩૦ વધીને રૂ.૩૩૭૫, ઈન્ડોકો રેમેડીઝ રૂ.૧૦.૪૦ વદીને રૂ.૩૦૫, લૌરસ લેબ રૂ.૨૧.૧૫ વધીને રૂ.૭૦૧.૭૦, જેબી કેમિકલ્સ રૂ.૫૧.૧૫ વધીને રૂ.૧૮૦૨.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૦૪.૩૦ વધીને રૂ.૭૩૦૫.૯૫, હેસ્ટરબાયો રૂ.૫૧.૨૫ વધીને રૂ.૧૮૬૮ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૦૦.૩૫ પોઈન્ટ વધીને ૪૪૦૧૪.૭૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : સુઝલોન, ભારત ડાયનામિક્સ, પાવર ઈન્ડિયા, મઝગાંવ ડોકમાં તેજી
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફ્રન્ટલાઈન શેરોમાં ફરી મોટી ખરીદી થઈ હતી. સુઝલોન એનજીૅ રૂ.૨.૭૬ વધીને રૂ.૬૭.૩૦, ભારત ડાયનામિક્સ રૂ.૬૩.૮૦ વધીને રૂ.૧૮૯૧.૪૫, પાવર ઈન્ડિયા રૂ.૫૩૧.૪૦ વધીને રૂ.૧૯,૯૩૯, હોનટ રૂ.૯૨૨.૧૦ વધીને રૂ.૩૯,૬૪૬.૪૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૧૯.૭૫ વધીને રૂ.૯૬૦.૨૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૮૦.૮૦ વધીને રૂ.૪૮૯૬.૬૦, મઝગાંવ ડોક રૂ.૪૮ વધીને રૂ.૩૧૬૯.૫૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૮.૩૫ વધીને રૂ.૫૩૭.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૯૧.૫૮ પોઈન્ટ વધીને ૭૧૫૪૮.૭૮ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ વધ્યું : એચપીસીએલ રૂ.૧૯ વધી રૂ.૪૩૯ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, રિલાયન્સ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડા તરફી ટ્રેન્ડને લઈ ઓઈલ-ગેસ શેરોમાં પણ ખરીદી વધી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૩૬.૫૦ વધીને રૂ.૬૮૨.૨૦, એચપીસીએલ રૂ.૧૮.૮૫ વધીને રૂ.૪૩૯.૧૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૫.૪૦ વધીને રૂ.૨૧૩.૭૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૦.૮૫ વધીને રૂ.૧૫૧૬.૦૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૪.૦૫ વધીને રૂ.૩૦૩.૯૫, બીપીસીએલ રૂ.૩.૪૫ વધીને રૂ.૩૩૩.૦૫ રહ્યા હતા.બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૩૩૩.૯૬ પોઈન્ટ વધીને ૨૭૯૧૯.૮૩ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં પસંદગીની તેજી : ઈન્ડસઈન્ડ બેંકમાં નવા એમડીની તૈયારી વચ્ચે શેર રૂ.૨૨ વધ્યો
બેંકિંગ શેરોમાં સતત પસંદગીની ખરીદી જળવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંકમાં નવા મેનેજિંગ ડિરેકટર અને સીઈઓની પસંદગી થવાની તૈયારીએ શેર રૂ.૨૧.૮૫ વધીને રૂ.૮૫૭.૭૫ રહ્યો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૨.૫૦ વધીને રૂ.૧૪૬૧.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮.૪૦ વધીને રૂ.૮૦૫.૪૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૦૫ વધીને રૂ.૨૪૧.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૫૦.૩૪ પોઈન્ટ વધીને ૬૪૫૫૬.૦૨ બંધ રહ્યો હતો.
પિલાની રૂ.૩૨૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૦૫૩ ઉછળ્યા : જિયો ફાઈનાન્શિયલ, આઈડીબીઆઈ વધ્યા
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૨૪.૭૦ વધીને રૂ.૫૫૮૭.૫૫, આઈડીબીઆઈ બેંક રૂ.૫.૮૦ વધીને રૂ.૧૦૧.૨૪, હોમ ફર્સ્ટ રૂ.૮૩.૮૫ વધીને રૂ.૧૪૭૦.૨૫, એડલવેઈઝ રૂ.૫.૯૦ વધીને રૂ.૧૧૫.૧૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૧૦૫૩.૩૫ વધીને રૂ.૨૨,૧૯૦, મોનાર્ક રૂ.૧૫.૦૫ વધીને રૂ.૩૪૧.૬૦, જિયો ફાઈનાન્શિયલ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૩૨૩.૫૫ રહ્યા હતા.
હ્યુન્ડાઈ રૂ.૬૭ વધીને રૂ.૨૧૯૩ : ટીઆઈ ઈન્ડિયા, ઉનો મિન્ડા, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પમાં મજબૂતી
ઓટોમોબાઈલ શેરોમાં પણ ફંડોની પસંદગીની ખરીદી જળવાઈ હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૬૭.૨૫ વધીને રૂ.૨૧૯૨.૬૫, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૮.૯૫ વધીને રૂ.૩૦૮૩.૧૦, ઉનો મિન્ડા રૂ.૨૭.૯૫ વધીને રૂ.૧૧૦૮.૫૦, ભારત ફોર્જ રૂ.૨૨.૨૫ વધીને રૂ.૧૩૦૯.૨૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨.૯૫ વધીને રૂ.૨૪૬૭.૭૫, બોશ રૂ.૩૫૦ વધીને રૂ.૩૨,૪૮૯.૯૫, આઈશર મોટર્સ રૂ.૪૦.૫૦ વધીને રૂ.૫૬૫૨.૬૫, એમઆરએફ રૂ.૮૮૭.૫૫ વધીને રૂ.૧,૪૩,૩૪૧.૧૦, ટાટા મોટર્સ રૂ.૩.૭૦ વધીને રૂ.૬૮૬.૭૦ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વ્યાપક તેજીએ માર્કેટબ્રેડથ વધુ મજબૂત બની : ૨૨૫૧ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે અવિરત ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી વધતાં અને એ ગુ્રપના પણ ઘણા શેરોમાં લેવાલીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૫૧ અને ઘટનારની સંખ્યા ૧૭૬૦ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૧૩૯૭ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૫૮૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૩૯૭.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૯,૭૪૦.૮૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૩૪૩.૭૯ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૫૮૮.૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૪૧,૨૦૧.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૧,૭૯૦.૯૨ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૦૯ લાખ કરોડ
ફોરેન ફંડોની સક્રિયતાએ સેન્સેક્સ, નિફટી તોફાની તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વ્યાપક ખરીદી થતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૨.૫૭ લાખ કરોડ વધીને રૂ.૪૬૦.૦૯ લાખ કરોડ રહ્યું હતું.