Get The App

ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર

- આ વર્ષે ૨૭ ફેબ્રુઆરીએ ભંડોળ ૭૨૮.૪૯ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
ફોરેક્સ રિઝર્વ 11.41 બિલિયન ડોલર ઘટીને 698.34 બિલિયન ડોલર 1 - image

અમદાવાદ : સોનાના ભંડારમાં તીવ્ર ઘટાડાને કારણે ૨૦ માર્ચે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧૧.૪૧ બિલિયન ડોલર ઘટીને ૬૯૮.૩૪ બિલિયન ડોલર ઊતરી આવ્યું હતું તેમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.

પશ્ચિમ એશિયા સંઘર્ષ શરૂ થયા પહેલા, આ વર્ષે ૨૭ ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, ભંડોળ ૭૨૮.૪૯ બિલિયન ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ૨૦ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, અનામતનો મુખ્ય ઘટક વિદેશી ચલણ સંપત્તિ ૨.૧૨૭ અબજ ડોલર વધીને ૫૫૭.૬૯૫ અબજ ડોલર થઈ હતી, એમ સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે. ડોલરના સંદર્ભમાં, વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ એકમોના મૂલ્યમાં વધારો અથવા અવમૂલ્યનની અસરોનો સમાવેશ થાય છે.

જોકે, સપ્તાહ દરમિયાન સોનાના અનામતનું મૂલ્ય ૧૩.૪૯૫ અબજ ડોલર ઘટીને ૧૧૭.૧૮૬ અબજ ડોલર થયું હતું, એમ આરબીઆઈએ જણાવ્યું હતું.

સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (એસડીઆર) ૬૫ મિલિયન ડોલર ઘટીને ૧૮.૬૩૨ અબજ ડોલર થયા હતાં. ભારતની આઇએમએફ સાથેની અનામત સ્થિતિ ૧૯ મિલિયન ડોલર વધીને ૪.૮૩૩ અબજ ડોલર થઈ હતી.