Business

યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી

By GS Team
15 Mar 20261 min read
યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની રૂ. 56883 કરોડની વેચવાલી

મુંબઈ : માર્ચના પ્રથમ પખવાડિયામાં યુદ્ધ વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસ કેશમાં રૂપિયા ૫૬૮૮૩.૨૨ કરોડની નેટ વેચવાલી રહી છે. 

જેમાં ૧૩ માર્ચના રોજ રૂપિયા ૧૦૭૧૬.૬૪ કરોડની આવેલી નેટ વેચવાલી ૨૦૨૬ની સૌથી મોટી એક દિવસીય વેચવાલી હતી એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે.

વિદેશી રોકાણકારો વેચવાલીની દ્રષ્ટિએ વર્તમાન વર્ષનો માર્ચ સૌથી ખરાબ મહિનો રહ્યો છે. 

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે વિદેશી રોકાણકારોની મોટી પીછેહઠ જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની વેચવાલી સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનામાં ઈક્વિટી કેશમાં રૂપિયા ૭૦૫૨૬.૭૦ કરોડના નેટ લેવાલ રહ્યા છે. 

વર્તમાન કેલેન્ડર વર્ષના અઢી મહિનામાં જ વિદેશી રોકાણકારોની ઈક્વિટી કેશમાં રૂપિયા ૧,૦૪,૯૫૯.૨૨ કરોડની નેટ વેચવાલી આવી છે, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની રૂપિયા ૧,૭૮,૧૭૦.૫૫ કરોડની નેટ લેવાલી રહી છે.