IT, હેલ્થકેર શેરોમાં ફોરેન ફંડોની તેજી સેન્સેક્સ ૩૦૮ પોઈન્ટ વધીને ૭૪૪૬૦
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કામકાજના અંતે નિફટી ૧૧૬ પોઈન્ટ વધીને ૨૩૦૫૩
મુંબઈ : કોર્પોરેટ પરિણામોની સીઝનમાં સારા પરિણામોની સાથે કેટલીક કંપનીઓના નબળા પરિણામોની અસર અને વૈશ્વિક મોરચે ગૂગલની પેરન્ટ આલ્ફાબેટના નબળા રિઝલ્ટ છતાં ચાઈનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ફુગ્ગો ફૂટયાના અહેવાલોએ એઆઈ કંપનીઓના શેરોમાં કડાકો બોલાઈ જતાં ભારતીય શેર બજારોમાં આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોની આગેવાનીએ તેજી રહી હતી. આઈટી શેરો સાથે ફંડોએ હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ક્રુડ ઓઈલના ભાવ ફરી બેથી અઢી ટકા વધી આવ્યા સામે અમેરિકી ડોલર સામે રૂપિયો ૩૧ પૈસા મજબૂત રહેતાં બજાર પર પોઝિટીવ અસર જોવાઈ હતી. જો કે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી મોટું ધોવાણ થયું હતું. સેન્સેક્સ ૩૦૮.૪૯ પોઈન્ટ વધીને ૭૪૪૫૯.૫૩ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૧૬.૩૫ પોઈન્ટ વધીને ૨૩૦૫૩.૧૦ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૪૬૧ ઉછળ્યો
ચાઈનામાં એઆઈની તેજીનો ફુગ્ગો ફૂટી જતાં આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી કંપનીઓ માટે હાશકારાના પરિબળે ફંડોની આજે આઈટી શેરોમાં ફરી તેજી થઈ હતી. ઈન્ફોસીસ રૂ.૩૮.૫૫ વધીને રૂ.૧૧૮૨, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૬.૫૦ વધીને રૂ.૧૪૨૮, ટીસીએસ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૨૪૯૬ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૬૦.૭૧ પોઈન્ટ વધીને ૩૦૬૬૬.૧૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોની ખરીદી
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ આજે સતત મોટાપાયે ખરીદી કરી હતી. અપોલો હોસ્પિટલ રૂ.૨૦૨ વધીને રૂ.૮૪૦૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૧૬.૨૫ વધીને રૂ.૭૬૯.૮૦, સિપ્લા રૂ.૨૩ વધીને રૂ.૧૩૮૦, ટોરન્ટ ફાર્મા રૂ.૭૧.૦૫ વધીને રૂ.૪૬૩૫.૧૫, અજન્તા ફાર્મા રૂ.૫૨.૫૫ વધીને રૂ.૩૫૧૨.૪૦, અલકેમ રૂ.૭૫ વધીને રૂ.૫૧૨૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૨૨.૮૦ વધીને રૂ.૧૬૭૭.૮૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૪૭૪.૦૮ પોઈન્ટ ઉછળીને ૫૦૧૬૮.૩૭ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ તૂટયો
પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોનું આજે ફરી હેમરિંગ થતાં ગાબડાં પડયા હતા. ફંડોએ આજે ફ્રન્ટલાઈન શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ કર્યાની ચર્ચા હતી. કિર્લોસ્કર એન્જિન રૂ.૮૮.૯૦ ઘટીને રૂ.૧૭૯૯.૫૦, ભેલ રૂ.૧૪.૬૦ ઘટીને રૂ.૩૮૭.૩૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૫ ઘટીને રૂ.૯૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૪૪૩.૫૮ પોઈન્ટ ગબડીને ૬૮૮૦૯.૯૫ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ
તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીનો ઉત્સાહ આ વખતે મર્યાદિત જોવા મળી રહ્યો હોઈ આજે ફરી પ્રોફિટ બુકિંગ કરી હળવા થવાનું પસંદ કર્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૬ ઘટીને રૂ.૨૮૪૪, મધરસન સુમી રૂ.૩.૦૫ ઘટીને રૂ.૧૫૬.૫૫, ટીવીએસ મોટર રૂ.૮૦ ઘટીને રૂ.૪૨૦૦, અપોલો ટાયર રૂ.૬.૬૫ ઘટીને રૂ.૩૭૯.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૨૫.૪૦ પોઈન્ટ ઘટીને ૫૫૯૬૫.૧૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ઈન્ડેક્સ ઘટયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો સપ્તાહના અંતે હળવા થયા હતા. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૮.૪૦ તૂટીને રૂ.૮૪૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯ ઘટીને રૂ.૯૬૧, ફેડરલ બેંક રૂ.૪.૮૫ ઘટીને રૂ.૩૪૨.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૩ ઘટીને રૂ.૨૩૮.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૦૩.૨૩ પોઈન્ટ ઘટીને ૬૧૪૧૫.૨૫ બંધ રહ્યો હતો.
FIIની રૂ.૩૫૯૯ કરોડની ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૩૫૯૮.૫૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૮૧૭.૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી રહી હતી.
રોકાણકારોની સંપતિ ઘટી
શેરોમાં આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાઈ જતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૦૬ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૭૪.૩૭ લાખ કરોડ રહ્યું હતું.




