સપ્તાહના અંતે શેરોમાં ફોરેન ફંડોનું ઈન્ડેક્સ બેઝડ જંગી પ્રોફિટ બુકિંગ : સેન્સેક્સ 336 પોઈન્ટ તૂટીને 40794
- જીડીપી વૃદ્વિના છ વર્ષના તળીયે ૪.૫ ટકા કંગાળ આંકડા જાહેર થતાં પૂર્વે આંચકો
- નિફટી ૯૫ પોઈન્ટ તૂટીને ૧૨૦૫૬ : ઓટો, બેંકિંગ, ઓઈલ, મેટલ, આઈટી, એફએમસીજી શેરોમાં ઓફલોડિંગ : FPIs/FIIની કેશમાં રૂ.૧૮૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૯૫૪ કરોડની ચોખ્ખી ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 29 નવેમ્બર 2019, શુક્રવાર
સપ્તાહના અંતે આજે શેરોમાં ઈન્ડેક્સ બેઝડ વિક્રમી તેજીને બ્રેક લાગી હતી. આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિના સપ્ટેમ્બર અંતના છ વર્ષના તળીયે ૪.૫ ટકા આ આંકડા સાંજે જાહેર થતાં પૂર્વે નબળી ધારણા અને આર્થિક મોરચે સરકાર સામે પડકારો હોવાથી ફોરેન ફંડોએ આજે સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ જંગી પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા અને ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ પણ હવે અમેરિકી પ્રમુખ દ્વારા હોંગકોંગના બિલ પર હસ્તાક્ષર કરી દેતાં હવે આ ડીલ વિલંબમાં પડવાના સંકેતે એશીયાના બજારોમાં નરમાઈની પણ નેગેટીવ અસર જોવાઈ હતી. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે સતત મજબૂત બનતો જઈ ૧૩ પૈસા વધીને રૂ.૭૧.૭૪ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતમાં વિક્રમી તેજીને બ્રેક લાગી આજે પ્રોફિટ બુકિંગ થવા સાથે બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, આઈટી-સોફટવેર શેરો તેમ જ એફએમસીજી ફ્રન્ટલાઈન શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૩૩૬.૩૬ પોઈન્ટ ઘટીને ૪૦,૭૯૩.૮૧ અને નિફટી સ્પોટ ૯૫.૧૦ પોઈન્ટ ઘટીને ૧૨,૦૫૬.૦૫ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ આરંભથી જ ધોવાણમાં ઈન્ટ્રા-ડે ૪૬૬ પોઈન્ટ તૂટીને ૪૦૬૬૪ સુધી આવી અંતે ૩૩૬ પોઈન્ટ ઘટીને ૪૦૭૯૪
ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત સાવચેતીએ થઈ હતી. અમેરિકા-ચાઈના વચ્ચે ફરી હોંગકોંગ મામલે વધલા ટેન્શનને પરિણામે વૈશ્વિક બજારોની નરમાઈ સાથે ભારતમાં સપ્ટેમ્બર ૨૦૧૯ અંતના આજે-શુક્રવારે સાંજે જાહેર થનારા જીડીપી વૃદ્વિના આંક નબળા જાહેર થવાની ધારણાએ ફંડોની મોટાપાયે વેચવાલી શરૂ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૪૧૧૩૦.૧૭ સામે ૪૧૧૩૮.૨૬ મથાળે ખુલીને સાધારણ મજબૂતીમાં ઉપરમાં ૪૧૧૪૩.૨૨ થઈ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં વેચવાલીએ અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સાથે હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, વેદાન્તા, ટીસીએસ, ઈન્ફોસીસ, ટાટા સ્ટીલ સહિતમાં વેચવાલીએ એક તબક્કે ૪૬૫.૯૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૪૦૬૬૪.૧૮ સુધી આવી અંતે ૩૩૬.૩૬ પોઈન્ટ ઘટીને ૪૦૭૯૩.૮૧ બંધ રહ્યો હતો.
નિફટી ૧૨,૧૦૦નો કોલ ૯૮.૨૫ થી તૂટીને ૪૭ : નિફટી ૧૨,૦૦૦નો પુટ ૨૮.૪૫ થી વધીને ૪૦.૯૦
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ તેજીનો મોટો વેપાર હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૨,૧૦૦નો કોલ ૩,૬૭,૮૯૨ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૫૨૨.૩૬ કરોડના કામકાજે ૯૮.૨૫ સામે ૫૭.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૯૨.૬૦ થઈ તૂટીને ૩૪.૭૦ સુધી આવી અંતે ૪૭ રહ્યો હતો. નિફટી ૧૨,૦૦૦નો પુટ ૩,૩૪,૯૬૯ કોન્ટ્રેકટસમાં રૂ.૩૦,૨૫૭.૦૯ કરોડના કામકાજે ૨૮.૪૫ સામે ૩૦ મથાળે ખુલીને નીચામાં ૨૫.૦૫ થઈ વધીને ૬૬.૪૫ સુધી પહોંચી અંતે ૪૦.૯૦ રહ્યો હતો. નિફટી ૧૨,૨૦૦નો કોલ ૨,૫૦,૭૧૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૨,૯૮૦.૫૩ કરોડના કામકાજે ૪૬.૭૫ સામે ૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૬.૭૫ થઈ ઘટીને ૧૫ સુધી આવી અંતે ૧૮.૫૦ રહ્યો હતો. નિફટી ૧૨,૧૦૦નો પુટ ૨,૩૫,૧૧૬ કોન્ટ્રેકટસમાં રૂ.૨૧,૪૯૨.૫૫ કરોડના કામકાજે ૫૬.૧૫ સામે ૬૨ મથાળે ખુલીને નીચામાં ૫૩.૦૫ થઈ વધીને ૧૧૦.૧૦ સુધી પહોંચી અંતે ૮૭.૩૫ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૧૨૦૦૦ની સપાટી જળવાઈ : ઈન્ટ્રા-ડે ૧૨૦૧૭ સુધી ખાબકી અંતે ૯૫ પોઈન્ટ ઘટીને ૧૨૦૫૬
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૨૧૫૧.૧૫ સામે ૧૨૧૪૬.૨૦ મથાળે ખુલીને આરંભમાં ટેલીકોમ શેરોમાં ભારતી એરટેલ, ઈન્ફ્રાટેલ સાથે અદાણી પોર્ટસ, એચડીએફસી બેંક, ગેઈલ, એનટીપીસીમાં લેવાલીએ સાધારણ મજબૂતીમાં ઉપરમાં ૧૨૧૪૭.૪૦ થઈ પાછો ફરીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યશ બેંક, એક્સીસ બેંક, બજાજ ફિનસર્વ સાથે ઓટો શેરોાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં વેચવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, ઝી, વેદાન્તા, નેસ્લે ઈન્ડિયા, યુપીએલ, ટાટા સ્ટીલ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી સહિતમાં વેચવાલીએ ઘટીને નીચામાં ૧૨૦૧૭.૪૦ સુધી આવી અંતે ૯૫.૧૦ પોઈન્ટ ઘટીને ૧૨૦૫૬.૦૫ બંધ રહ્યો હતો.
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૩૨,૧૭૦ થી ઘટીને ૩૧,૯૯૦ નિફટી ફયુચર ૧૨,૧૮૬ થી ઘટીને ૧૨,૦૯૨
બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૩૯,૭૪૪ કોન્ટ્રેકટ્સમાં રૂ.૮૯૩૫.૨૬ કરોડના કામકાજે ૩૨,૧૭૦.૧૫ સામે ૩૨,૧૦૦.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૨,૧૪૮ થઈ ઘટીને ૩૧,૮૨૦ સુધી આવી અંતે ૩૧,૯૯૦ રહ્યો હતો. નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૧૭,૩૨૯ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૬૪૮.૫૦ કરોડના કામકાજે ૧૨,૧૮૬.૦૫ સામે ૧૨,૧૭૪.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨,૧૭૪.૯૦ થઈ તૂટીને ૧૨,૦૫૧ સુધી આવી અંતે ૧૨,૦૯૨.૯૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૧,૭૭,૭૦૩ કોન્ટ્રેકટસમાં રૂ.૧૫,૮૮૩.૯૯ કરોડના કામકાજે ૧૩.૫૦ સામે ૧૩ મથાળે ખુલીને નીચામાં ૧૨.૨૦ થઈ વધીને ૨૯.૬૫ સુધી પહોંચી અંતે ૧૬.૫૦ રહ્યો હતો. નિપટી ૧૧,૭૦૦નો પુટ ૪૯,૫૪૯ કોન્ટ્રેકટસમાં રૂ.૪૩૪૯.૭૨ કરોડના કામકાજે ૫.૫૦ સામે ૪.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૭.૨૦ થઈ ઘટીને ૩.૮૦ રહ્યો હતો.
ઓટો શેરોમાં ગાબડાં : મધરસન સુમી, અશોક લેલેન્ડ, ટીવીએસ મોટર, મહિન્દ્રા, ટાટા મોટર્સ, એમઆરએફ, આઈશર ઘટયા
ઓટોમોબાઈલ શેરોમાં આજે ફરી ફંડો-ખેલંદાઓની વ્યાપક વેચવાલીએ ગાબડાં પડયા હતા. ઓટોમોબાઈલ કંપનીઓના નવેમ્બર ૨૦૧૯ મહિનાના જાહેર થનારા આંકડા નબળા આવવાની ધારણા અને પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવની નેગેટીવ અસર જોવાઈ હતી. મધરસન સુમી રૂ.૫.૧૦ ઘટીને રૂ.૧૨૯.૧૦, અશોક લેલેન્ડ રૂ.૨.૩૫ ઘટીને રૂ.૭૯.૧૦, ટીવીએસ મોટર રૂ.૧૦.૬૦ ઘટીને રૂ.૪૭૭, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૫૦ ઘટીને રૂ.૫૩૦.૦૫, ટાટા મોટર્સ રૂ.૩.૩૫ ઘટીને રૂ.૧૬૧.૪૫, અપોલો ટાયર રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૬૮.૩૦, હીરો મોટોકોર્પ રૂ.૩૫.૮૫ ઘટીને રૂ.૨૪૩૧.૯૫, એમઆરએફ રૂ.૫૬૭ ઘટીને રૂ.૬૩,૪૬૫.૮૫, આઈશર મોટર્સ રૂ.૨૦૪.૪૫ ઘટીને રૂ.૨૨,૮૯૦.૮૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૪.૭૦ ઘટીને રૂ.૫૪૨, બજાજ ઓટો રૂ.૨૦.૪૦ ઘટીને રૂ.૩૧૭૬.૦૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૯૨૫.૬૦, બોશ રૂ.૭૫.૭૦ ઘટીને રૂ.૧૬,૧૨૭.૪૦, મારૂતી સુઝુકી રૂ.૮.૭૫ ઘટીને રૂ.૭૨૪૯.૫૫ રહ્યા હતા.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ : યશ બેંક, ફેડરલ, સ્ટેટ બેંક, આરબીએલ બેંક, એક્સીસ બેંક, આઈસીઆઈસીઆઈ ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. યશ બેંક રૂ.૧.૭૫ ઘટીને રૂ.૬૮.૩૦, ફેડરલ બેંક રૂ.૧.૯૫ ઘટીને રૂ.૮૮.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૧૦ ઘટીને રૂ.૩૪૧.૮૫, આરબીએલ બેંક રૂ.૭.૨૦ ઘટીને રૂ.૩૭૩.૮૦, એક્સીસ બેંક રૂ.૧૧.૦૫ ઘટીને રૂ.૭૩૯.૫૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૭.૨૫ ઘટીને રૂ.૫૧૧.૯૫, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૪૩.૮૫ ઘટીને રૂ.૨૯૦.૩૫, આઈબી વેન્ચર્સ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૧૭૧.૦૫, રિલાયન્સ કેપિટલ રૂ.૧૫.૧૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૨૦.૫૦ ઘટીને રૂ.૫૩૨.૯૫, એચડીએફસી એએમસી રૂ.૧૨૩.૭૦ ઘટીને રૂ.૩૫૩૬.૪૫, મન્નપુરમ રૂ.૩.૮૫ ઘટીને રૂ.૧૫૪.૪૦, પીએનબી રૂ.૧.૩૦ ઘટીને રૂ.૬૫.૬૫ રહ્યા હતા.
અમેરિકા-ચાઈના ટ્રેડ ડીલ વિલંબમાં : જિન્દાલ સ્ટીલ, એનએમડીસી, નાલ્કો, વેદાન્તા, હિન્દાલ્કો, ટાટા સ્ટીલ ઘટયા
અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ડીલ હવે હોંગકોંગ મામલે ટ્રેડ ડીલ વિલંબમાં પડવાના અંદાજો વચ્ચે મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી થઈ હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૬૦.૯૫, એનએમડીસી રૂ.૨.૪૫ ઘટીને રૂ.૧૦૨.૫૦, નાલ્કો રૂ.૧ ઘટીને રૂ.૪૪.૪૦, વેદાન્તા રૂ.૨.૯૫ ઘટીને રૂ.૧૪૪.૪૫, હિન્દાલ્કો રૂ.૩.૭૫ ઘટીને રૂ.૨૦૦.૨૫, સેઈલ રૂ.૩૯.૩૫, ટાટા સ્ટીલ રૂ.૪.૬૦ ઘટીને રૂ.૪૨૭.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨.૭૦ ઘટીને રૂ.૨૬૧.૨૫ રહ્યા હતા.
ઓઈલ-ગેસ શેરોમાં પણ તેજીનો વેપાર હળવો થયો : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચપીસીએલ, પેટ્રોનેટ, ઓએનજીસી ઘટયા
ઓઈલ-ગેસ શેરોમાં પણ આજે ફંડોએ તેજીનો વેપાર હળવો કર્યો હતો. એચપીસીએલ રૂ.૮.૩૦ ઘટીને રૂ.૨૮૨.૩૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૯.૦૫ ઘટીને રૂ.૧૫૫૦.૯૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૭૧.૪૦, કેસ્ટ્રોલ ઈન્ડિયા રૂ.૧.૬૦ ઘટીને રૂ.૧૪૦.૬૫, ઓએનજીસી રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૩૧.૭૫, આઈઓસી રૂ.૧.૩૦ ઘટીને રૂ.૧૩૧.૨૫ રહ્યા હતા.
ડોલર ૧૩ પૈસા વધ્યો છતાં આઈટી શેરોમાં સતત નરમાઈ : ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ઘટયા
રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૩ પૈસા વધીને રૂ.૭૧.૭૪ થઈ જવા છતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. ટીસીએસ રૂ.૨૪.૬૫ ઘટીને રૂ.૨૦૫૨.૭૦, વિપ્રો રૂ.૨.૧૦ ઘટીને રૂ.૨૩૭.૭૦, ઈન્ફોસીસ રૂ.૫.૭૦ ઘટીને રૂ.૬૯૫.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૪.૪૦ ઘટીને રૂ.૭૬૧.૫૦, માઈન્ડટ્રી રૂ.૩.૫૫ ઘટીને રૂ.૬૯૯.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૫.૦૫ ઘટીને રૂ.૧૧૨૭.૬૦ રહ્યા હતા.
ફયુચર કુપન્સમાં અમેઝોન ડોટ કોમ દ્વારા એક્વિઝિશનને સીસીઆઈની મંજૂરીએ ફયુચર ગુ્રપ શેરોમાં તેજી : ફયુચર એન્ટરપ્રાઈસીઝ ૨૦ ટકા ઉછળ્યો
ફયુચર કુપન્સમાં અમેઝોન ડોટ કોમ એનવી ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ એલએલસી દ્વારા એક્વિઝિશનને કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા(સીસીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવતાં આજે ફયુચર ગુ્રપ કંપનીઓના શેરોમાં ફંડોની આક્રમક લેવાલી થઈ હતી. ફયુચર એન્ટરપ્રાઈસીઝ ૨૦ ટકા એટલે કે રૂ.૪.૪૦ ઉછળીને રૂ.૨૬.૫૫, ફયુચરસ માર્કેટ નેટવર્કસ રૂ.૧.૩૦ ઉછળીને રૂ.૨૮.૧૦, ફયુચર કન્ઝયુમર રૂ.૨.૨૫ ઉછળીને રૂ.૨૭.૬૦, ફયુચર લાઈફસ્ટાઈલ ફેશન્સ રૂ.૨.૯૫ વધીને રૂ.૪૦૯.૨૫, ફયુચર રીટેલ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૩૩૯.૨૫, ફયુચર સપ્લાય ચેઈન સોલ્યુશન્સ રૂ.૬.૩૫ વધીને રૂ.૫૦૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ છતાં માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૩૪૧ શેરો નેગેટીવ : ૨૪૨ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના પસંદગીના શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોનું આકર્ષણ રહ્યા છતાં આજે ઘટનાર શેરોની સંખ્યા વધીને ૧૩૪૧ થઈ જતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૨૨૦ અને ઘટનારની સંખ્યા ૧૩૪૧ રહી હતી. ૨૩૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૪૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
FPIs/FIIની કેશમાં વધુ રૂ.૧૮૯૨ કરોડની ચોખ્ખી વેચવાલી, DIIની કેશમાં રૂ.૯૫૪ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-શુક્રવારે કેશમાં રૂ.૧૮૯૨.૨૯કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૪૭૬૯.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૬૬૧.૪૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૯૫૩.૬૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૪૦૭.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૪૫૩.૪૨ કરોડની વેચવાલી થઈ હતી.