શેરોમાં ફોરેન ફંડોનું વધતું વેચવાલીનું દબાણ : સેન્સેક્સ ૫૫૫ પોઈન્ટ ગબડીને ૭૫૫૭૮
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી ૧૪૪ પોઈન્ટ ગબડીને ૨૩૬૩૫ ઃ DIIની રૃ.૧૩૫૦ કરોડની ખરીદી
બેંકિંગ, ઓઈલ-ગેસ શેરો તૂટયા : કેપિટલ ગુડઝ, હેલ્થકેર શેરોમાં આકર્ષણ
મુંબઈ : ઈરાન પર અમેરિકાએ ગત સપ્તાહના અંતે કરેલા ત્રણ ટેન્કર પર હુમલાને લઈ બન્ને દેશો વચ્ચે ફરી ભીષણ યુદ્વ થવાનું જોખમ વધતાં અને ઈરાને પણ હમાસ પર થયેલા હુમલાથી પણ અત્યંત ઘાતક હુમલો ઈઝરાયેલ પર કરવાની ચીમકી આપતાં જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સતત ધોવાણ વધતું જોવાયું હતું. યુદ્વનું ટેન્શન વધતાં અને હોર્મુઝ બાદ અન્ય વૈશ્વિક વેપાર માર્ગો પણ બંધ થઈ રહ્યાના અહેવાલો વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બેથી અઢી ટકા વધીને બ્રેન્ટ ૯૯ ડોલર નજીક અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૯૩.૫૦ ડોલર નજીક પહોંચી જતાં ક્રુડ ઓઈલના આયાતકાર દેશો ભારત સહિતની હાલત કફોડી બનવાની પૂરી શકયતાએ સેન્ટીમેન્ટ વધુ ડહોળાયું હતું. સેન્સેક્સ ૫૫૫.૨૩ પોઈન્ટ તૂટીને ૭૫૫૭૭.૫૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૪૪.૦૫ પોઈન્ટ ગબડીને ૨૩૬૩૫.૧૦ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૪૦૮ પોઈન્ટ ગબડયો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ખાસ ખાનગી બેંક શેરોમાં મોટી વેચવાલી રહી હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૨૮.૫૦ તૂટીને રૃ.૧૩૯૯.૫૦, એક્સિસ બેંક રૃ.૨૧.૮૫ તૂટીને રૃ.૧૨૪૫.૪૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૃ.૩ ઘટીને રૃ.૧૮૩, કોટક મહિન્દ્રા બેંક રૃ.૫.૦૫ ઘટીને રૃ.૪૧૭.૨૫, એચડીએફસી બેંક રૃ.૭.૯૦ ઘટીને રૃ.૭૦૨.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૦૮.૦૩ પોઈન્ટ ઘટીને ૬૪૨૦૭.૪૨ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડો વેચવાલ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ બેથી અઢી ટકા વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેચવાલી વધતી જોવાઈ હતી. બીપીસીએલ રૃ.૭.૮૫ ઘટીને રૃ.૩૦૪.૨૦, એચપીસીએલ રૃ.૮.૪૦ ઘટીને રૃ.૩૪૮.૨૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૫.૨૦ ઘટીને રૃ.૧૨૯૪.૩૦, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૃ.૧.૨૫ ઘટીને રૃ.૧૩૪.૨૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ ૧૫૪ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૬૫.૭૦ પોઈન્ટ ઘટીને ૨૫૮૫૧.૭૫ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોનું પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. બ્લુ સ્ટાર રૃ.૪૩ ઘટીને રૃ.૧૪૫૯, વોલ્ટાસ રૃ.૩૨.૨૦ ઘટીને રૃ.૧૧૪૪.૮૦, હવેલ્સ ઈન્ડિયા રૃ.૯.૩૦ ઘટીને રૃ.૧૧૪૦.૭૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૮૨.૫૭ પોઈન્ટ ઘટીને ૬૨૬૯૮.૭૩ બંધ રહ્યો હતો.
આઈટી-સોફ્ટવેર શેરોમાં ફંડો હળવા થયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડો વેચીને હળવા થતા જોવાયા હતા. સિએન્ટ રૃ.૨૦.૨૦ ઘટીને રૃ.૧૦૮૫.૮૦, ઝેગલ રૃ.૩.૩૦ ઘટીને રૃ.૧૮૦.૩૦, યુનિઈકોમ રૃ.૧.૩૨ ઘટીને રૃ.૮૪.૦૩, તાન્લા પ્લેટફોર્મ રૃ.૭.૫૦ ઘટીને રૃ.૫૧૨.૭૫, એક્સપ્લિઓ રૃ.૧૨.૭૦ ઘટીને રૃ.૮૮૭.૬૫, લેટેન્ટ વ્યુ રૃ.૩.૬૫ ઘટીને રૃ.૨૫૮.૧૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૮.૫૫ પોઈન્ટ ઘટીને ૨૮૭૨૩.૩૪ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૧૦૦૯ ઉછળ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ પસંદગીના શેરોમાં આક્રમક ખરીદી કરતાં ભાવોમાં મોટો ઉછાળો જોવાયો હતો. જીઈ વર્નોવા ટી એન્ડ ડી ઈન્ડિયા રૃ.૩૮૯ ઉછળીને રૃ.૪૭૫૨, સિમેન્સ ઈન્ડિયા રૃ.૭૮.૨૫ વધીને રૃ.૩૨૦૦.૮૦, કોચીન શિપ રૃ.૨૨ વધીને રૃ.૧૫૩૦, પોલીકેબ રૃ.૧૧૨ વધીને રૃ.૮૩૬૬, સીજી પાવર રૃ.૧૦.૫૦ વધીને રૃ.૯૦૯.૫૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૦૮.૮૪ પોઈન્ટની છલાંગે ૭૮૬૯૪.૬૦ બંધ રહ્યો હતો.
હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૮ પોઈન્ટ વધ્યો
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે સતત વેલ્યુબાઈંગ વધારતા તેજી આગળ વધતી જોવાઈ હતી. આરપીજી લાઈફ રૃ.૧૨૪.૮૦ વધીને રૃ.૨૮૦૪.૬૫, સાંઈ લાઈફ રૃ.૬૭.૯૦ વધીને રૃ.૧૬૪૬.૩૫, લૌરસ લેબ. રૃ.૭૭.૨૫ વધીને રૃ.૧૯૪૫.૫૦, બ્લિસ જીવીએસ રૃ.૨૮.૭૫ વધીને રૃ.૭૨૫.૨૦, પેનેશિયા બાયોટેક રૃ.૧૪.૪૦ વધીને રૃ.૩૯૩.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૨૮.૨૧ પોઈન્ટ વધીને ૫૧૬૦૫.૧૦ બંધ રહ્યો હતો.
DIIની રૃ.૧૩૫૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૧૨૩.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૃ.૧૩૪૯.૬૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ રૃ.૩૫ હજાર કરોડ ઘટી
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૃ.૩૫ હજાર કરોડ ઘટીને રૃ.૪૮૬.૨૧ લાખ કરોડ રહ્યું હતું.




