Get The App

ઓછા વજનના પેકિંગ સાથેના પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ

- કાચા માલની કિંમતોમાં વધારો થતા ઉત્પાદન ખર્ચ ઊંચે ગયા

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ 1 - image

મુંબઈ : યુદ્ધને કારણે વિવિધ કાચા માલની અછત ઉપરાંત ભાવ વધારાને ધ્યાનમાં રાખી ફાસ્ટ મુવિંગ કન્ઝયૂમર ગુડસ (એફએમસીજી) ક્ષેત્રની કંપનીઓ ચોક્કસ પ્રોડકટસના ભાવમાં વધારો કરવા  તથા કેટલાક પ્રોડકટસના પેકિંગના વજનમાં ઘટાડો કરવા વિચારી રહી છે.

પ્લાસ્ટિકની કિંમતમાં વધારો થતા પાણીની બોટલ, બિસ્કીટસ, સોફટ ડ્રીન્કસ સહિતની ચીજવસ્તુની કિંમતમાં નજીકના ભવિષ્યમાં વધારો તોળાઈ રહ્યો છે. 

બીજી બાજુ કિંમતમાં વધારો કરવાને બદલે જે પ્રોડકટસના તૈયાર પેકિંગના વજનમાં ઘટાડો શકય હશે તેમાં ઘટાડો કરવાનું પણ કેટલીક કંપનીઓ વિચારી રહી છે, જેથી ઉપભોગતાને નાણાંકીય બોજનો સામનો કરવો ન પડે. 

પશ્ચિમ એશિયાનું યુદ્ધ જે હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યુ છે તેને કારણે ક્રુડ તેલના ભાવમાં વધારો ઉપરાંત કંપનીઓ માટે કાચા માલના ખર્ચમાં વધારો થયો છે. 

ક્રુડ ઓઈલના ભાવમાં કોઈપણ વધારો પેકેજિંગ તથા લોજિસ્ટિક ખર્ચ પર અસર કરે છે, એમ એફએમસીજી ક્ષેત્રની કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.

ક્રુડના બાય પ્રોડકટસનો અનેક ઘરેલુ વપરાશની ચીજવસ્તુના ઉત્પાદનમાં વપરાશ થાય છે. 

જાણીતી એફએમસીજી ઉત્પાદક કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે તેઓ ભાવમાં વધારો અથવા તો પેકિંગના વજનમાં એડજસ્ટમેન્ટ કરવા વિચારી રહ્યા છે. હાલમાં સૌથી મોટી ચિંતા ક્રુડ ઓઈલની ઉપલબ્ધતા સંદર્ભની છે.

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા બાદ માગને જે ટેકો મળ્યો હતો તે હાલમાં મંદ પડી ગયો છે. માગમાં રિકવરીની ગતિ ધીમી પડી રહ્યાનું જણાય છે, એમ અન્ય એક કંપનીના સુત્રોએ જણાવ્યું હતું. 

પેટ્રોકેમિકલ્સ કાચા માલના ભાવમાં વધારો થતા સાબુથી લઈને પેકેજડ ફૂડસ સહિતના ઘરેલુ વપરાશના માલસામાનનું ઉત્પાદન કરતી કંપનીઓના માર્જિન પર દબાણ આવી ગયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.