Business

ઈક્વિટીમાં માલિકીની દ્રષ્ટિએ એફઆઈઆઈનો હિસ્સો ૧૭ વર્ષના તળિયે

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈથી મળેલા અહેવાલ મુજબ, ભારતીય શેરબજારમાં FPIsનો હિસ્સો 17 વર્ષના નીચલા સ્તરે 15.10% પર પહોંચ્યો છે. 2012થી હોલ્ડિંગ મૂલ્ય $783 બિલિયન થયું હોવા છતાં, સ્થાનિક રોકાણકારોની સતત ખરીદીને કારણે તેમની માલિકી ઘટી છે. ઘરેલું બચત ઇક્વિટી તરફ વળતા, રિટેલ રોકાણકારોનો હિસ્સો વધ્યો છે, જે બજારને ટેકો આપી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈક્વિટીમાં માલિકીની દ્રષ્ટિએ એફઆઈઆઈનો હિસ્સો ૧૭ વર્ષના તળિયે

ઘરેલુ ઈન્વેસ્ટરોની સતત લેવાલીથી વિદેશી રોકાણકારોનો હિસ્સો ઘટયો
મુંબઈ : ૨૦૧૨થી અત્યારસુધીમાં ભારતીય ઈક્વિટીસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફપીઆઈ)નું હોલ્ડિંગ ૩.૫૦ ટકા જેટલુ વધીને ૭૮૩ અબજ ડોલર પહોંચી ગયું છે પરંતુ ભારતીય ઈક્વિટીસમાં માલિકીની દ્રષ્ટિએ તેમનો હિસ્સો ઘટી ૧૫.૧૦ ટકા સાથે ૧૭ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે.
૨૦૧૨માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો પાસેના ભારતીય ઈક્વિટીસનું મૂલ્ય ૨૧૭.૩૦ અબજ ડોલર રહ્યુ હતું અને તબક્કાવાર રીતે વધી ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં એક તબક્કે તે ૯૩૦ અબજ ડોલર પર પહોંચી ગયુ હતું.
આ ટોચ પરથી તેમનું હોલ્ડિંગ હાલમાં ૧૫ ટકા જેટલુ ઘટી ગયું છે. ૨૦૧૨ની સરખામણીએ હોલ્ડિંગના મૂલ્યમાં ભલે વધારો થયો હોય પરંતુ માલિકીના હિસ્સાની દ્રષ્ટિએ તેમાં ઘટાડો થયો છે.
ભારતીય ઈક્વિટીસમાં ઘરેલુ રોકાણકારોની હિસ્સેદારી વધવા લાગતા એફપીઆઈના હિસ્સામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એફપીઆઈની સતત વેચવાલીને કારણે પણ તેમના હિસ્સામાં ઘટાડો જોવા મળી રહ્યો હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
ઘરેલુ રોકાણકારો દ્વારા શેરબજારમાં સતત લેવાલીને પગલે તેમના હોલ્ડિંગમાં વધારો થઈ રહ્યો છે.
ભારતની ઘરેલુ બચતો નાણાંકીય એસેટસ તરફ વળવા લાગતા રિટેલ રોકાણકારોના હિસ્સામાં વધારો થયો છે. ભારતના રોકાણકારો ગોલ્ડ, રિઅલ એસ્ટેટ ઉપરાંત ઈક્વિટીસમાં મોટેપાયે રોકાણ કરી રહ્યાનું રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૨૪થી વિદેશી રોકાણકારોનો આઉટફલોસ ૫૦ અબજ ડોલરને પાર કરી ગયો છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી સામે ઘરેલુ રોકાણકારોની સતત લેવાલીથી બજારને ટેકો મળી રહે છે અને તેમના માલિકી હિસ્સામાં વધારો થતો જાય છે.
ફન્ડોમાં રિટેલ રોકાણકારોના જંગી ઈન્ફલોસને કારણે ડીઆઈઆઈની ખરીદીનો આંક ઊંચો જોવા મળી રહ્યો છે.
વિદેશી રોકાણકારોના માલિકી શેરનું મૂલ્ય ઊંચુ રહેવા પાછળનું એક કારણ ડોલરના ભાવમાં આવેલા ઉછાળો પણ રહેલુ છે.