Business

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા

By GS Team
18 Jun 20262 mins read
TukuTouch Logo
ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઈલોન મસ્કની કંપની SpaceXના શેરોમાં રેકોર્ડ IPO બાદ પહેલી વાર ઘટાડો નોંધાયો છે. બુધવારે શેર લગભગ 5% તૂટી ગયા, જેનાથી સતત ત્રણ દિવસોથી ચાલી રહેલી લગભગ 50%ની તેજી પર વિરામ લાગ્યો છે. તેનાથી ઈલોન મસ્કને એક જ દિવસમાં 56.4 અબજ ડોલર એટલે કે, 53,298 કરોડનો ઝટકો લાગ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો, 24 કલાકમાં 53,298 કરોડ સ્વાહા થયા

Elon Musk: ટ્રિલિયોનેર બન્યા બાદ ઈલોન મસ્કને પ્રથમ ઝટકો લાગ્યો છે. ઈલોન મસ્કની કંપની SpaceXના શેરોમાં રૅકોર્ડ IPO બાદ પહેલી વાર ઘટાડો નોંધાયો છે. બુધવારે શેર લગભગ 5% તૂટી ગયા, જેનાથી સતત ત્રણ દિવસોથી ચાલી રહેલી લગભગ 50%ની તેજી પર વિરામ લાગ્યો છે. તેનાથી ઈલોન મસ્કને એક જ દિવસમાં 56.4 અબજ ડૉલર એટલે કે, 53,298 કરોડનો ઝટકો લાગ્યો છે. મસ્કના નેટવર્થમાં આવેલો આ ઘટાડો ભારતના અનેક અબજોપતિઓના જીવનભરની કમાણી બરાબર છે. જોકે, ઈલોન મસ્ક પાસે હજુ પણ 1.26 ટ્રિલિયન ડૉલરની સંપત્તિ છે. આ વર્ષે મસ્કના નેટવર્થમાં 640 અબજ ડૉલરનો ઉછાળો નોંધાયો છે. એક અહેવાલ પ્રમાણે Nasdaq પર ટ્રેડિંગ દરમિયાન SpaceXના શેર શરૂઆતમાં 6% વધ્યા હતા, પરંતુ બાદમાં વેચવાલી હાવી થઈ ગઈ અને શેર લાલ નિશાનમાં બંધ થયા.

Amazonથી નીચે સરકી SpaceX

આ ઘટાડા છતાં સ્પેસએક્સનું માર્કેટ કેપ લગભગ 2.5 ટ્રિલિયન ડૉલર છે. જોકે, કંપની વેલ્યુએશનના મામલે ફરીથી એમેઝોનથી નીચે સરકી ગઈ છે અને વિશ્વની છઠ્ઠી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ. આમ છતાં શેર હજુ પણ પોતાના 135 ડૉલરના IPO કિંમત કરતાં 42%થી વધુ ટ્રેડ કરી રહ્યા છે.

આખરે કેમ આવ્યો ઘટાડો?

વિશ્લેષકોનું માનવું છે કે આ ઘટાડો મુખ્યત્વે પ્રોફિટ-બુકિંગ અને દબાણને કારણે આવ્યો છે. અમેરિકન કેન્દ્રીય બૅન્ક ફેડરલ રિઝર્વે વ્યાજ દર તો સ્થિર રાખ્યા છે, પરંતુ આ વર્ષના અંત સુધીમાં સંભવિત રેટ હાઇકના સંકેત આપ્યા છે. ત્યારબાદ અમેરિકન શેર બજારમાં વેચવાલી વધી ગઈ. 

S&P 500માં 1.2%નો ઘટાડો

Nasdaq 100 માં 1% ઘટાડા ઉપરાંત બોન્ડ યીલ્ડ અને ડૉલર બંને મજબૂત થયા. આની અસર SpaceX જેવા હાઇ-વેલ્યુએશન ટેક શેરો પર પણ પડી. SpaceXના કુલ શેરમાંથી માત્ર 4.2% જ બજારમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે. ઓછા ફ્રી ફ્લોટના કારણે શેરમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આગામી મહિનાઓમાં જ્યારે લોક-ઇન પિરિયડ પૂરો થશે અને અંદર રોકાણકારો શેર વેચી શકશે, ત્યારે શેર પર વધારાનું દબાણ આવી શકે છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન શાંતિ કરાર: ટ્રમ્પે રશિયા-ચીનનો માન્યો આભાર, પણ મિત્ર દેશો પર ભડક્યા

રિટેલ રોકાણકારોની પ્રથમ પસંદ SpaceX

IPO બાદથી SpaceX અમેરિકન રિટેલ રોકાણકારોનો સૌથી પ્રિય શેર બની ગયો છે. ડેટા પ્રમાણે IPO બાદથી દરરોજ SpaceXમાં છૂટક રોકાણકારોની ખરીદી એનવીડિયા, આલ્ફાબેટ, Amazon, મેટા અને પ્રમુખ ETF ફંડ્સની સંયુક્ત ખરીદી જેટલી રહી. રસપ્રદ વાત એ છે કે, આ સમયગાળામાં મસ્કની બીજી કંપની Teslaમાં લગભગ 6.1 કરોડ ડૉલરની શુદ્ધ વેચવાલી થઈ.