Business

E2Wનું વેચાણ નવી ટોચે : ૨૦૨૫નો રેકોર્ડ તોડયો

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E2W) રજિસ્ટ્રેશને 2025ના વાર્ષિક રેકોર્ડને તોડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે માત્ર આઠ મહિનામાં જ 13.5 લાખ E2W રજિસ્ટ્રેશન થયા છે, જે 2025ના 13.4 લાખના આંકડાને વટાવી ગયા છે. બેટરીના ઘટતા ભાવ અને ઉત્પાદકોના વિસ્તૃત નેટવર્કના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે. આ વર્ષે 20 લાખનો આંકડો પાર થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

E2Wનું વેચાણ નવી ટોચે : ૨૦૨૫નો રેકોર્ડ તોડયો

જાન્યુ.-ઓગસ્ટ વચ્ચે માત્ર આઠ મહિનામાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન ૧૩.૫ લાખ પહોંચ્યું, જે ૨૦૨૫માં ૧૩.૪ લાખ હતું
અમદાવાદ : ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E2W) ના રજિસ્ટ્રેશને માત્ર આઠ મહિનામાં જ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ (CY2025) ના આખા વર્ષના વેચાણનો રેકોર્ડ વટાવી દીધો છે. ઈલેક્ટ્રિક વાહનો પ્રારંભિક સ્વીકારનારાઓથી આગળ વાૃધીને સામાન્ય જનતા સુધી પહોંચતા આ નવો વાર્ષિક રેકોર્ડ બન્યો છે. વાહન પોર્ટલના ડેટા અનુસાર, જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજિસ્ટ્રેશન ૧૩.૫ લાખ (૧.૩૫ મિલિયન) સુાૃધી પહોંચી ગયું છે, જેણે સમગ્ર ૨૦૨૫ દરમિયાન નોંાૃધાયેલા ૧૩.૪ લાખ (૧.૩૪ મિલિયન) ના અગાઉના વાર્ષિક રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના રજિસ્ટ્રેશનમાં જોવા મળેલી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે કે બજાર હવે સબસિડી કરતાં વધુ આિર્થક ફાયદાઓ દ્વારા સંચાલિત થઈ રહ્યું છે. આ પરિવર્તન પાછળ બેટરીના ઘટેલા ભાવ મહત્વનો ભાગ ભજવે છે, જેના લીધે પેટ્રોલ સ્કૂટર અને ઈ-સ્કૂટર વચ્ચેનો ભાવ તફાવત ઘટયો છે. આ સાથે જ સ્થાપિત ઉત્પાદકોએ તેમની પ્રોડક્ટ રેન્જ, સર્વિસ નેટવર્ક અને ફાઇનાન્સિંગના વિકલ્પો વિસ્તાર્યા છે, જેનાથી આ કેટેગરીમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે.
આ વર્ષે અત્યાર સુાૃધી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નું સરેરાશ માસિક વેચાણ ૧,૬૮,૩૭૭ યુનિટ રહ્યું છે, જે ૨૦૨૫માં ૧,૧૧,૮૬૧ યુનિટ હતું. હાલના માસિક રન રેટ અને આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખતાં, આ વર્ષે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાણ ૨૦ લાખ (૨ મિલિયન) નો આંકડો પાર કરી એક નવો વિક્રમ સર્જે તેવી શક્યતા છે.
કેટલાક રાજ્યોની સ્થાનિક નીતિઓ પણ આ વાહનોના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે. દાખલા તરીકે, દિલ્હીની તાજેતરમાં મંજૂર થયેલી ઈવી પોલિસીમાં કેન્દ્ર સરકારની સબસિડી કરતાં વધુ લાભો આપવામાં આવ્યા છે, જે ખરીદીને વધુ સરળ બનાવી શકે છે.
ઈવી ઉદ્યોગ ચાર મોટા વૈશ્વિક/સ્થાનિક પરિબળોને કારણે મોટા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમાં સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રિફિકેશનને પ્રોત્સાહન, પીએમ ઈ-ડ્રાઈવ જેવી યોજનાઓ અને પશ્ચિમ એશિયા સંકટ બાદ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવની ચિંતાનો સમાવેશ થાય છે.
ઈ-ટુ વ્હીલર્સના વેચાણમાં વધારો થવા પાછળનું એક કારણ તાજેતરના દિવસોમાં પેટ્રોલના ઊંચા ભાવ પણ રહેલું છે. પશ્ચિમ એશિયા યુદ્ધને પરિણામે ક્રુડ તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૫માં ટુ વ્હીલર્સનું એકંદર વેચાણ બે કરોડ જેટલુ રહ્યું હતું.