Business

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ ટકાનો વધારો

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. ઓગસ્ટમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ 51.9% વધીને 30,696 યુનિટ થયું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરની નોંધણી 67.1% વધીને 183,204 યુનિટ થઈ. ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનોની નોંધણી વાર્ષિક ધોરણે લગભગ ત્રણ ગણી વધીને 4,702 યુનિટના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી છે, જે 188.3% વૃદ્ધિ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ ટકાનો વધારો

Ecvની નોંધણી વાર્ષિક ધોરણે લગભગ ત્રણ ગણી વધી
અમદાવાદ : દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે. તહેવારોની મોસમ પહેલા, ઈલેક્ટ્રિક પેસેન્જર વાહન અને ટુ-વ્હીલરના વેચાણમાં વાર્ષિક ધોરણે મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. જોકે, ક્વાર્ટર-દર-ક્વાર્ટર નોંધણીમાં થોડો ઘટાડો થયો હતો.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના ડેટા અનુસાર, ઓગસ્ટમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ ૫૧.૯% વધીને ૩૦,૬૯૬ વાહનો થયું છે જે ગયા વર્ષે ૨૦,૨૧૩ વાહનો હતું. કુલ પેસેન્જર વાહનના રિટેલ વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો હવે વધીને ૭.૬% થયો છે, જે ગયા વર્ષે ઓગસ્ટમાં ૫.૮% હતો.ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર શ્રેણીમાં વધુ ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે ૧૦૯,૬૨૮ યુનિટની સરખામણીમાં નોંધણી ૬૭.૧% વધીને ૧૮૩,૨૦૪ વાહનો થઈ હતી. ટુ-વ્હીલર કેટેગરીમાં ઈવી વિસ્તરણ ૧૦.૭% હતું, જે ગયા વર્ષે ૭.૭% હતું. જોકે, જુલાઈની સરખામણીમાં બંને કેટેગરીમાં થોડી મંદીનો અનુભવ થયો.
ઇલેક્ટ્રિક પેસેન્જર વાહન નોંધણીમાં માસિક ૬.૮% ઘટાડો થયો છે, જ્યારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નોંધણીમાં ૧૦.૪% ઘટાડો થયો હતો. જુલાઈમાં બજારમાં પ્રવેશ અનુક્રમે ૭.૯% અને ૧૧.૨% હતો, જે આ વખતે થોડો ઓછો હતો. ઓગસ્ટમાં નોંધણીમાં મંદી આગામી તહેવારોની સીઝનને કારણે હોઈ શકે છે.
આ મહિને ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહનો સૌથી ઝડપથી વિકસતા ઈવી શ્રેણી હતા. તેની નોંધણીઓ વાર્ષિક ધોરણે લગભગ ત્રણ ગણી વધીને ૪,૭૦૨ વાહનોના સર્વકાલીન માસિક ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ હતી, જે ૧૮૮.૩% વધી હતી, જ્યારે કુલ કોમશયલ વાહનોના રિટેલ વેચાણમાં તેમનો હિસ્સો ૨.૦૬% થી વધીને ૫.૧૮% થયો હતો.