યુદ્ધ વકરતાં DIIની ખરીદી ૧૬ મહિનાની નીચી સપાટીએ ઉતરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પ્રાઈમરી બજારમાં પ્રવૃત્તિમાં વધારો થવાને કારણે પણ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી મંદ પડી
મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે નવેસરથી તાણ અને ટ્રમ્પ દ્વારા ફરી ટેરિફનો મદ્દો ઊભો કરાતા ભારતીય ઈક્વિટી બજારમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની ખરીદી વર્તમાન જુલાઈમાં નીચી રહીને ૧૬ મહિનાના તળિયે રહેવાની શકયતા જોવાઈ રહી છે. બેન્કો, મ્યુચ્યુઅલ ફન્ડસ, વીમા કંપનીઓ તથા પેન્સન ફન્ડસનો ડીઆઈઆઈમાં સમાવેશ થાય છે. પ્રાઈમરી બજારમાં પ્રવૃત્તિમાં વધારો તથા સેકન્ડરી બજારમાં સાવચેતીના સૂરને કારણે ડીઆઈઆઈની ખરીદી ધીમી જોવા મળી રહી છે, એમ એેક વિશ્લેષકે જણાવ્યું હતું.
વર્તમાન મહિનામાં ૨૩ તારીખ સુધી ડીઆઈઆઈએ રૂપિયા ૨૪૫૦૦ કરોડની ખરીદી કરી છે જે એપ્રિલ ૨૦૨૫ બાદ સૌથી ધીમી ખરીદી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષના જૂનમાં રૂપિયા ૮૫૮૦૦ કરોડ અને મેમાં રૂપિયા ૮૨૬૭૦ કરોડની ખરીદી રહ્યા બાદ જુલાઈમાં ડીઆઈઆઈએ વ્યૂહ બદલ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે વર્તમાન વર્ષમાં ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધી રૂપિયા ૪.૮૦ લાખ કરોડની ખરીદી રહી છે. વર્તમાન મહિનામાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂપિયા ૧૧૭૭૦ કરોડની ખરીદી કરી છે, જે ફેબુ્રઆરી ૂબાદ સૌથી ધીમી ખરીદી હોવાનું પણ વિશ્લેષકે ઉમેર્યું હતું. જો કે વર્તમાન મહિનામાં પ્રાઈમરી માર્કેટ સક્રિય રહેતા ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ તેમાં વધુ નાણાં ઠાલવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. જૂનની સરખામણીએ જુલાઈમાં ડીઆઈઆઈએ પ્રાઈમરી માર્કેટમાં આક્રમકપૂર્વક ભાગ લીધો છે, જેને કારણે તેમની સેકન્ડરી બજારની પ્રવૃત્તિ પર અસર પડી છે.
વર્તમાન મહિનામાં અત્યારસુધી નવ આઈપીઓ તથા ૬ કયુઆઈપી મળીને કુલ રૂપિયા ૩૮૦૦૦ કરોડના ભરણાં આવ્યા છે. જેમાં સંસ્થાકીય રોકાણકારોએ મોટેપાયે હિસ્સો લીધો છે. જૂન ત્રિમાસિક ગાળાના પરિણામોની મોસમ ચાલી રહી છે અને કંપનીઓના પરિણામો જાહેર થયા બાદ રોકાણકારો પોતાના રોકાણ વ્યૂહમાં પણ ફેરબદલ કરવાની ગણતરી ધરાવતા હોય છે.
જુલાઈમાં વિદેશી રોકાણકારો પણ ભારતીય ઈક્વિટીસમાં અત્યારસુધી નેટ ખરીદદાર રહ્યા છે. વિદેશી રોકાણકારોની ૨૩ જુલાઈ સુધીમાં રૂપિયા ૧૯૩૩૪ કરોડની નેટ ખરીદી રહી હોવાનું સેબીના ડેટા જણાવે છે.









