ઓગસ્ટ અંતે બેન્કિંગ વ્યવસ્થામાં થાપણમાં ૧૭.૮૦ ટકાની એક દાયકાની વૃદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એફસીએનઆરને કારણે થાપણ મેળવવાનો પડકાર હળવો થયો
મુંબઈ : ઓગસ્ટના અંતે બેન્કિંગ વ્યવસ્થામાં થાપણમાં ૧૭.૮૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે જે એક દાયકામાં સૌથી વધુ વધારો છે. ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) એફસીએનઆર-બી ડીપોઝિટ સ્કીમને કારણે થયેલા ઈન્ફલોસથી બેન્કો માટે થાપણો ઊભી કરવાનો પડકાર હાલમાં હળવો થયો છે.
ધિરાણ વૃદ્ધિ પણ ઓગસ્ટના અંતે ૧૯.૧૦ ટકા રહી છે, જે જુલાઈના અંતે ૧૯.૪૦ ટકા જોવા મળી હતી.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ડેટા પ્રમાણે જુલાઈમાં થાપણ વૃદ્ધિ ૧૫.૪૦ ટકા રહી હતી.
દેશમાં ડોલર પ્રવાહ વધારવા રિઝર્વ બેન્કે એનઆરઆઈ માટે જૂનમાં શરૂ કરેલી ખાસ એફસીએનઆર-બી ડીપોઝિટ સ્કીમ હેઠળ બેન્કિંગ વ્યવસ્થામાં ૧૨૭ અબજ ડોલરનો પ્રવાહ થયો હતો.
૩૧ ઓગસ્ટના સમાપ્ત થયેલા પખવાડિયામાં બેન્ક થાપણ રૂપિયા ૯.૪૦ લાખ કરોડ વધી રૂપિયા ૨૭૮.૭૦ લાખ કરોડ રહી હોવાનું આરબીઆઈના ડેટા જણાવે છે.
બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૨૨૩.૯૦ લાખ કરોડ રહ્યો હતો.




