૭૭ અબજ ડોલર સાથે કરન્સી હેજિંગ સપ્ટેમ્બરમાં ઓલટાઈમ હાઈ સપાટીએ રહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડોલર સામે રૂપિયો વધુ નબળો પડવાની આયાતકારોને ચિંતા
ક્રુડના ઊંચા ભાવ તથા ઈક્વિટીમાં એફપીઆઈની વેચવાલીથી રૂપિયા પર દબાણ ચાલુ
મુંબઈ ; ડોલર સામે રૂપિયો વધુ તૂટવાની ધારણાંએ આયાતકારો દ્વારા ગયા મહિને હેજિંગમાં જંગી વધારો થયો છે. રૂપિયાની કોઈપણ નબળાઈ સામે સુરક્ષિત રહેવા સપ્ટેમ્બરમાં આયાતકારો દ્વારા ૭૭ અબજ ડોલરની કરન્સી હેજ કરવામાં આવી હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે.
ડોલર સામે રૂપિયાને વધુ ઘટતો અટકાવવા રિઝર્વ બેન્ક દ્વારા જૂનમાં ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેન્ક) ૅ(એફસીએનઆર-બી) ડિપોઝિટ સ્કીમ જાહેર કરવામાં આવી હતી અને આ સ્કીમ હેઠળ ૧૨૭ અબજ ડોલરનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ પ્રવાહ છતાં રૂપિયામાં અપેક્ષિત સુધારો જોવા મળ્યો નથી અને ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે રૂપિયા પર દબાણ જળવાઈ રહ્યું છે.
સપ્ટેમ્બરમાં કરન્સી હેજની માત્રા વાર્ષિક ધોરણે ૮૦ ટકા ઊંચી રહી છે એટલું જ નહીં કોઈ એક મહિનામાં ૭૭ અબજ ડોલરનું હેજિંગ અત્યારસુધીનું સૌથી ઊંચુ હોવાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
આયાતકારોની સરખામણીએ નિકાસકારોનું કરન્સી હેજિંગ ૪૧ અબજ ડોલર રહ્યું છે જે વાર્ષિક ધોરણે ૭૭ ટકા વધુ છે. હેજિંગની માત્રા પરથી કંપનીઓ રૂપિયાની હિલચાલ અંગે કેવી અપેક્ષા રાખે છે તેનો અંદાજ મળી રહે છે.
આયાતકારો તથા નિકાસકારો દ્વારા હેજિંગમાં મોટા તફાવતથી રૂપિયામાં વોલેટિલિટી અટકાવવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરી આવશ્યક બની રહે છે, એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.
ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભારતીય ઈક્વિટીસમાં વિદેશી રોકાણકારોની સતત વેચવાલીથી રૂપિયા પર દબાણ જળવાઈ રહ્યું છે.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં આયાતકારોએ ફોરવર્ડમાં ૫૭૬.૬૦ અબજ ડોલર હેજ કર્યા છે જ્યારે નિકાસકારોએ ૩૦૫.૬૦ અબજ ડોલર હેજ કર્યા હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.
વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયો ૬ ટકાથી વધુ નબળો પડયો છે અને એેશિયામાં રૂપિયાનો સૌથી નબળો દેખાવ રહ્યો છે. એફસીએનઆર સ્કીમ હેઠળ ડોલર પ્રવાહ અપેક્ષા કરતા નોંધપાત્ર વધુ રહ્યો છે જેને કારણે દેશની નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટીમાં જોરદાર વધારો થયો હતો.
ફોરેકસ સ્વાપ્સ વ્યવસ્થાનો ઉપયોગ કરી વધારાની લિક્વિડિટી પાછી ખેંચી લેવા બન્કો દ્વારા રિઝર્વ બેન્કને અનુરોધ કરાયા બાદ રિઝર્વ બેન્કે બે વીઆરઆરઆર ઓકશન્સ હાથ ધર્યા હતા.
ડોલર પરની નિર્ભરતા ઘટાડવા દેશના નીતિવિષયકો રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણનો સતત પ્રયાસ કરી રહ્યા છે. જેથી રૂપિયાને ઘટતો અટકાવી શકાય.




