Business

ક્રૂડ ફરી ઉછળીને ૮૪ ડોલર: ચાંદીમાં ઉંચા મથાળેથી ઘટાડો

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં શનિવારે સત્તાવાર બંધ હોવા છતાં, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ 4341 ડોલર પર પહોંચ્યા હતા. ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન, ક્રૂડતેલ 84 ડોલરને પાર કરી ગયું હતું. ભારતમાં ઇરાકથી ક્રૂડની આયાત વધી છે, જેમાં 12 ગણા ઊંચા જહાજી ભાડા ચૂકવીને સુપર ટેન્કરો બુક કરાયા છે. સ્વિસ બેન્કે 2027 સુધીમાં સોનું 5000 ડોલર થવાની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ફરી ઉછળીને ૮૪ ડોલર: ચાંદીમાં ઉંચા મથાળેથી ઘટાડો

વૈશ્વિક સોનું વધી ૫૦૦૦ ડોલર
ભારતમાં ઈરાકથી આયાતમાં બાર ગણા ઉંચા જહાજી ભાડા ચુકવાયા
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે વિશ્વબજાર પાછળ સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી બેરલના ઉંચામાં ૮૪ ડોલરની સપાટી પાર કરી ગયાના સમાચાર હતા.
ઈરાન- અમેરિકા વચ્ચે વાતચીતમાં હોર્મુઝ રુટ ખોલવાના પ્રશ્ને કદાચ મડાગાંઠ સર્જાવાની ભીતી જાણકારો દર્શાવી રહ્યા હતા. દરમિયાન, ભારતમાં ઈરાકથી ક્રૂડની ઈમ્પોર્ટના સોદા વધ્યા છે તથા બાર ગણા ઉંચા જહાજી ભાડાઓ આપીને સુપર ટેન્કરો બુક કરાઈ રહ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. હોર્મુઝ રુટ પર ઈરાન યુધ્ધ પૂર્વે દૈનિક ૧૨૫થી ૧૫૦ જહાજો પસાર થતા હતા પરંતુ હવે આવી અવરજવર નોંધપાત્ર ઘટી ગયાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૧૨થી ૪૩૧૩ ડોલરવાળા વધી છેલ્લે સપ્તાહના અંતે ૪૩૪૧થી ૪૩૪૨ ડોલર રહ્યા હતા. અમેરિકામાં જોબડેટા નબળા આવતાં ત્યાં હવે વ્યાજના દર વધવાની શક્યતા ઘટી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦ તથા નીચામાં ૯૯.૪૦ થઈ છેલ્લે ૯૯.૬૦ રહ્યો હતો. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજ ે જીએસટી વગર સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૯૫ના ભાવ રૂ.૧૫૦૧૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૭૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૦૦ ઘટી રૂ.૨૩૦૭૦૦ બોલાતા હતા.
વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ૬૪.૦૪થી ૬૪.૦૫ વાળા ઘટી છેલ્લે ૬૩.૫૫થી ૬૩.૫૬ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૩૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૪૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૬૫૦૦ ઘટી રૂ.૨૩૧૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૭૪૬ વાળા ૧૭૫૦થી ૧૭૫૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૭૧ વાળા વધી છેલ્લે ભાવ ૧૩૮૦થી ૧૩૮૧ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ઉંચામાં છ મહિનાની ટોચે પહોંચ્યા પછી છેલ્લે ૧.૭૬ ટકા ઘટયા હતા.
કોંગોમાં કોપરની સપ્લાય ઘટયાના વાવડ મળ્યા હતા. દરમિયાન, ચીનમાં ક્રૂડની ઈમ્પોર્ટ ફરી વધ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ૨૦૨૭માં વધી પાંચ હજાર ડોલર થવાની આગાહી સ્વીસ બેન્કે કરતાં વિશ્વબજારમાં ખાસ્સી ચકચાર જાગી હતી. ક્રૂડના ભાવ ૨૦૨૬માં ઉંચા રહેશે તથા ૨૦૨૭માં નીચા આવશે એવી આગાહી સીટી ગુ્રપે કર્યાના સમાચાર પણ મળ્યા હતા.