ક્રૂડના ભાવ ફરી ઉંચકાયા: સોના- ચાંદીમાં પણ ફરી તેજી આવી: ડોલરના ભાવ વધ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ફુગાવો વધતાં હવે વ્યાજ દર વધશે
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચા બોલાતા થયા હતા. વિશ્વબજારના સમાચાર ભાવ વૃધ્ધિ બતાવતા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ફરી ઉંચકાઈ હતી. અમેરિકામાં ફુગાવો વધતાં ત્યાં હવે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો કરાશે એવી શક્યતા જાણકારો દર્શાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડન ાભાવ બેરલદીઠ ૧૦૪.૫૨ વાળા નીચામાં ૧૦૩.૫૦ થઈ ૧૦૪.૬૧ ડોલર છેલ્લે હ્યા હતા. યુએસ ક્રુડના ભાવ નીચામાં ૯૮.૪૮ થઈ છેલ્લે ૧૦૦.૦૫ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૩૩૧થી ૪૩૩૨ ડોલરવાળા વધી છેલ્લે ભાવ ૪૩૪૯થી ૪૩૫૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૬૩.૮૯થી ૬૩.૯૦ વાળા વધી છેલ્લે ભાવ ૬૪.૪૮થી ૬૪.૪૯ ડોલર રહ્યા હતા.
ઘરઆંગણે, અમદાવાદ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૩૦૦૦ વધી રૂ.૨૩૩૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૧૫૨૧૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૭૦૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૦૦ વધી રૂ.૨૩૧૩૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૭૯૯ ડોલર છેલ્લે રહ્યા હતા. જોકે પેલેડીયમના ભાવ ૧૩૦૨ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ ઘટયા મથાળેથી પ્રત્યાઘાતી સુધારો દર્શાવતા હતા. દરમિયાન, ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૮.૯૭ રહ્યા પછી ઉંચામાં ૯૯.૩૭ થઈ ૯૯.૧૦ રહ્યો હતો. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૫.૫૫ વાળા રૂ.૯૫.૬૧થી ૯૫.૬૨ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આ સપ્તાહમાં ક્રૂડતેલના ભાવમાં ૮થી ૯ ટકાની વૃધ્ધિ નોંધાઈ છે. હવે યુધ્ધમાં નવા વળાંકો કેવા આવે છે તેના પર બજારની નજર રહી છે. ભારતથી જેમ- જવેલરીની નિકાસમાં જોકે ઓગસ્ટમાં ૧૨થી ૧૩ ટકાની વૃધ્ધિ નોંધાયાના સમાચાર હતા.




