ક્રૂડના ભાવ નવ ટકા તૂટી ૯૦ ડોલરની અંદર: સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક સોનાના ભાવ ફરી એકવાર ૪૧૦૦ ડોલર પાર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના -ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો ઝડપી ઉછળતાં દેશના ઝવેરી બજારમાં ભાવ વૃદ્ધી એકંદરે ધીમી રહી હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ વિરામની શક્યતા વધતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડાના પગલે વૈશ્વિક સોનામાં ફંડોનં્ બાઈંગ વધ્યાના વાવડ હતા.
વૈશ્વિક સોનાના ભાવ આજે ઔંસના ૪૦૫૧થી ૪૦૫૨ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૧૧૬ થઈ ૪૦૯૨થી ૪૦૯૩ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૮૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૩૮૮૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૪૬૬ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૨૦૦૦ વધી રૂ.૨૨૪૪૪૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંસના ૫૮.૧૭થી ૫૮.૧૮ વાળા વધી ઉંચામાં ભાવ ૬૦.૦૯ થઈ ૫૯.૦૦થી ૫૯.૦૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં યુદ્ધ શાંતિની વાતો વચ્ચે ક્રૂડના ભાવ આજે ૭થી૯ ટકા તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૮૭.૫૫ થઈ ૮૯.૩૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ગબડી નીચામાં ૮૨.૧૨ થઈ ૮૩.૪૨ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૪૮૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૯૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૨૩૦૦૦ બોલાતા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૩૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૮૨ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૬૪ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૬૫૪૧ વાળા વધી ઉંચામાં ભાવ રૂ.૫૯૧૯૭ થઈ રૂ.૫૭૩૮૫ છેલ્લે રહ્યા હતા.









