Business

ક્રૂડ ઉછળી ૮૫ ડોલર પાર: ઈરાકે ભાવ વધાર્યા

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચાંદીના ભાવ ઊંચકાયા. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ વધતા સોનામાં વેચવાલી દેખાઈ. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ 85 ડોલર પાર કરી ગયા. ચીને જુલાઈમાં 20 ટન સોનું ખરીદી 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જેનાથી પ્લેટિનમના ભાવ રૂ. 3000 તૂટ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડ ઉછળી ૮૫ ડોલર પાર: ઈરાકે ભાવ  વધાર્યા

સોનામાં તેજીને વાગેલી બ્રેક :પ્લેટીનમના ભાવ રૂ.૩૦૦૦ તૂટયા
ચીન દ્વારા વિશ્વ બજારમાં સોનાની ખરીદી વધારાતાં ત્રણ વર્ષનો નવો રેકોર્ડ સર્જાયો
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધતાં અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવન ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજેક્રૂડતેલના ભાવ ફરી વધી ઉંચામાં બેરલના ૮૫ ડોલરની સ પાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા.
ઈરાકે સપ્ટેમ્બર મ ાટે એશિયાના બાયર્સ માટે ક્રૂડતેલના ભાવ વધાર્યાનવા સમાચાર મળ્યા હતા. આ પૂર્વે દુબઈ તથા ઓમાનના ક્રૂડના ભાવની સરખામણીએ ઈરાકના ભાવ નીચા રહ્યા હતા. પરંતુ હવે ઈરાકે ભાવ વધારતાં આ ભાવ તફાવત ઘટયાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૩૪૨ વાળા ઉંચામાં ભાવ ૪૩૬૨ તથા નીચામાં ભાવ ૪૩૧૩ થઈ ૪૩૩૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વ ગર ૧૦ ગ્રામના ધીમા ઘટાડા વચ્ચે ૯૯૫ના ભાવ રૂ.૧૫૦૦૩૮ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૦૬૪૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર આજે વધુ રૂ.૭૦૦ વધી રૂ.૨૩૧૩૭૩ રહ્યા હતા. ઉંચામાં ભાવ રૂ.૨૩૩૨૯૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૬૩.૫૫ વાળા નીચામાં ભાવ ૬૨.૯૯ તથા ઉંચામાં ભાવ ૬૪.૪૫ થઈ ૬૪.૦૫થી ૬૪.૦૬ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના જો કે રૂ.૧૦૦૦ વધી રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૪૦૦૦ વધી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ભાવ ૮૫.૧૪ થઈ ૮૪.૮૨ ડોલર રહ્યા હતા.ત યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૭૯.૬૦ થઈ ૭૯.૪૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૫૦થી ૧૭૪૬ ડોલર રહ્યા હતા.
મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી રૂ.૫૯૬૮૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પેલેડીયમના ભાવ ૧૩૬૨ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે ૦.૪૨ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ચીનની સરકારે જુલાઈમાં ૨૦ ટન સોનાની ખરીદી કરતા આવી મંથલી ખરીદીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટયો છે. ચીને મેમાં ૧૦ ટન તથા જૂનમાં ૧૫ ટન સોનું ખરીદયું હતું. આ વર્ષે ચીને ૬૦ ટન સોનાની ખરીદી કરી છે.