Business

ક્રૂડતેલ ચાર ટકા ઉછળી ૧૦૯ ડોલર નજીક: સોના- ચાંદીમાં ઝડપી કડાકો

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં સોના, ચાંદી અને પ્લેટીનમના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ વધવાને કારણે સોનામાં ફંડોનું સેલિંગ જોવા મળ્યું. પ્લેટીનમના ભાવ ઘટી રૂ.59133 થયા. અમદાવાદમાં સોનાના ભાવ રૂ.2500 અને ચાંદીના રૂ.5000 તૂટ્યા. ક્રૂડતેલના ભાવ 4% ઉછળી $109 નજીક પહોંચ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલ ચાર ટકા ઉછળી ૧૦૯ ડોલર નજીક: સોના- ચાંદીમાં ઝડપી કડાકો

વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ : પ્લેટીનમના ભાવ ઘટી રૂ.૫૯૧૩૩
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડો નોંધાયો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ૪ ટકા ઉછળી બેરલના ઉંચામાં ૧૦૯ ડોલર નજીક પહોંચી જતાં બજારના ખેલાડીઓમાં અજંપો દેખાયો હતો. ઈરાન તથા અમેરિકા વચ્ચે મડાગાંઠ વધ્યાના વાવડ હતા. બ્રેન્ટક્રૂડના ભાવ વધી ઉંચામાં ૧૦૮.૮૩ થઈ ૧૦૭.૯૮ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રુડના ભાવ વધી ઉંચામાં ૯૬.૫૪ થઈ ૯૫.૭૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૨૮૪થી ૪૨૮૫ ડોલરવાળા નીચામાં ભાવ ૪૧૪૦ થઈ ૪૧૫૭થી ૪૧૫૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ રૂ.૨૫૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૬૪.૨૯થી ૬૪.૩૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૬૦.૯૫ થઈ ૬૧.૫૩થી ૬૧.૫૪ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ગબડી ૯૯૫ના રૂ.૧૫૨૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૨૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂ.૨૨૭૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૩૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૩૮૭ તથા ૯૯૯ના રૂ.૧૪૭૯૮૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૮૦૦ ગબડી રૂ.૨૨૩૦૫૩ બોલાયા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ ૧૦૦૦ ઘટી નીચામાં ભાવ રૂ.૫૮૯૮૦ થઈ રૂ.૫૯૧૩૩ રહ્યા હતા.
વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૮૨થી ૧૭૮૩ વાળા નીચામાં ભાવ ૧૭૨૨ થઈ ૧૭૪૦થી ૧૭૪૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૭૦થી ૧૨૭૧ વાળા નીચામાં ભાવ ૧૨૨૨ થઈ ૧૨૩૦થી ૧૨૩૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા તૂટયા હતા. વિશ્વબજારમાં બોન્ડ યીલ્ડ વધતાં વૈશ્વિક સોનાના ભાવ આજે ગબડી બે મહિનાના તળીયે ઉતર્યા હતા. અમેરિકામાં ફુગાવો ઉંચો હોતાં ત્યાં ઓક્ટોબરમાં વ્યાજના દરમાં વધુ વૃધ્ધિ થવાની શક્યતા વચ્ચે વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી રહ્યાના વાવડ મળ્યા હતા.