Business

વોર પ્રીમિયમો વધતાં ક્રૂડમાં ૧૬ ટકાનો ઉછાળો: ભાવ ૮૭ ડોલર કુદાવી ગયા

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઘટ્યા બાદ ફરી વધ્યા, જ્યારે ચાંદી ઉછળી હતી. ટ્રમ્પના હોર્મુઝ રૂટ પર કબજાના એલાનથી ક્રૂડતેલના ભાવ 87 ડોલર પાર કરી ગયા. ઈરાન-અમેરિકા તણાવ અને ડોલર મજબૂત થતા વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં ઉથલપાથલ જોવા મળી. અમદાવાદમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોર પ્રીમિયમો વધતાં ક્રૂડમાં  ૧૬ ટકાનો ઉછાળો: ભાવ  ૮૭ ડોલર કુદાવી ગયા

સોનાના ભાવ ઘટયા પછી ફરી વધ્યા: ટ્રમ્પના એલાનથી વિશ્વ બજારમાં વ્યાપક ચકચાર
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટયા હતા જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. દરમિયાન, ક્રૂડતેલ બજારમાં તેજી આગળ વધતાં ભાવ વધી બેરલના ઉંચામાં ૮૭ ડોલર પાર કરી ગયાના સમાચાર હતા. ઈરાન-અમેરિકા વચ્ચે ફરી તણાવ વધતાં તથા હોર્મુઝ રુટ પર જહાજો અટવાતાં ક્રૂડતેલ બજાર પર તેજી જોવા મળી હતી. અમેરિકાએ ઈરાન ફરતે ફરી બ્લોકેડ લાગુ કર્યાના સ માચાર પણ મળ્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એલાન કર્યું હતું કે હોર્મુઝ રુટ પર અમેરિકા કબજો કરશે તથા આ રુટ પર અમેરિકા દ્વારા ૨૦ ટકા ચાર્જ વસૂલ કરવામાં આવશે એવા સમ ાચાર પણ મળ્યા હતા. ૨૦ ટકા ગણતાં ક્રૂડના ભાવ ૧૫થી ૧૬ ડોલર વધી જવાની ભીતિ વિશ્વ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ આજે બેરલના ૭૮.૫૪ વાળા વધી ઉંચામાં ભાવ ૮૭.૫૫ થઈ ૮૬.૨૨ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૮૧.૨૭ થઈ ૭૯.૬૬ ડોલર રહ્યા હતા. ઈરાન-અમેરિકા વચ્ચે ફરી ઘર્ષણ વધતાં ક્રૂડતેલના ભાવ ૧૪થી ૧૫ ટકા ઉછળ્યા છે. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસદીઠ ૪૦૫૯થી ૪૦૬૦ ડોલર વાળા ઘટી નીચામાં ભાવ ૩૯૮૩ થઈ ૪૦૨૭થી ૪૦૨૮ ડોલર રહ્યા હતા. ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીગ જોવા મળ્યું હતું. અમંરિકામાં ફુગાવો વધતા વ્યાજ દર વધવાની શકયતા વધ્યાની ચર્ચા હતી. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં ઝવેરી બજારોમાં ભાવ બેતરફી ચાલ બતાવતા હતા. મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૩૧૪ તથા ૯૯૯ના રૂ.૧૪૧૮૮૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૨૦૦ વધી રૂ.૨૧૯૯૭૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૫૮.૫૪થી ૫૮.૫૫ વાળા ઘટી નીચામાં ભાવ ૫૬.૮૭ થઈ ૫૭.૯૨ થી ૫૭.૯૩ ડોલર રહ્યા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૪૬૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૬૫૦૦ રહ્યા હતા અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૨૩૦૦૦ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ ઉછળી રૂ.૯૬ની ઉપર જતા રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૬૨૫ વાળા ૧૫૮૬ થઈ ૧૬૦૦થી ૧૬૦૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૬૫ વાળા ૧૨૪૫ થઈ ૧૨૫૦ થી ૧૨૫૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૭૯ ટકા પ્લસમાં રહ્યા હતા. બેન્ક ઓફ અમેરિકાએ તાજેતરમાં સોનાના ભાવનો આગામી અંદાજ ઘટાડયાના સમાચાર મળ્યા હતા.