Business

ક્રૂડતેલના ભાવ તૂટયા: સોના- ચાંદીમાં વિશ્વબજાર તથા ડોલર પાછળ ઘટાડો

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અને સાઉદી અરેબિયાની પાઈપલાઈન ફરી કાર્યરત થવાના સંકેતો મળતા બ્રેન્ટક્રૂડના ભાવ $100થી નીચે ઉતર્યા હતા. આની અસર ભારતીય બજારમાં સોનાના ભાવ પર દેખાઈ હતી. અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.500 ઘટ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રૂડતેલના ભાવ તૂટયા: સોના- ચાંદીમાં વિશ્વબજાર તથા ડોલર પાછળ ઘટાડો

બ્રેન્ટક્રૂડના ભાવ ૧૦૦ ડોલરની અંદર ઉતર્યા
સાઉદીની પાઈપ લાઈન ફરી કાર્યરત થયાના સંકેતો
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર ઘટતાં તથા રૂપિયા સામે ડોલર ઘટતાં તથા રૂપિયા સામે ડોલર ઘટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલ ઘટતાં તેની અસર સોનાના ભાવ પર દેખાઈ હતી.
દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૩૬૯થી ૪૩૭૦ ડોલરવાળા ઘટી નીચામાં ભાવ ૪૨૯૧ થઈ ૪૩૨૬થી ૪૩૨૭ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં આજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૧.૦૯ વાળા ઉંચામાં ભાવ ૧૦૨.૩૦ થયા પછી ભાવ ઘટી નીચામાં ૯૭.૪૩ થઈ ૯૮.૧૯ ડોલર રહ્યા હતા. હોર્મુઝ રુટ પર ક્રૂડના જહાજોની અવરજવર વધી હોવાના સમાચાર હતા. સાઉદી અરેબીયાથી ક્રૂડતેલની સપ્લાય સંબંધી મહત્ત્વની પાઈપલાઈન ફરી શરૂ થઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. દરમિયાન, ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ ઘટી ૯૯૫ના ભાવ રૂ.૧૫૬૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૬૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૬૬.૬૮ વાળા ઘટી નીચામાં ભાવ ૬૪.૫૬ થઈ ૬૫.૬૭થી ૬૫.૬૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૧૫૨૭ તથા ૯૯૯ના રૂ.૧૫૨૧૩૬ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૦૦૦ ઘટી રૂ.૨૩૨૯૨૨ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૮૧૧વાળા ઘટી ૧૭૭૩ થઈ ૧૭૯૭થી ૧૭૯૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૩૧૩વાળા નીચામાં ૧૨૮૩ થઈ ૧૨૯૭થી ૧૨૯૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૯ ટકા પ્લસમાં રહ્યા હતા.મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૩૨૯૯ ખુલી રૂ.૬૩૨૬૧ રહ્યા હતા.