Get The App

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
Credit Card

Credit Card Tips for Beginners: ડિજિટલ લેવડદેવડના વ્યવહારો વધતા ક્રેડિટ કાર્ડ હવે અનેક લોકોની જરરૂત બની ગયું છે. ખાસ કરીને નોકરીયાત લોકોમાં ક્રેડિટ કાર્ડ પ્રખ્યાત છે. જેમાં કેટલાક લોકો વિવિધ બિલ સહિતનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડના માધ્યમથી કરતા હોય છે, ત્યારે ક્રેડિટ સ્કોર જાળવવો ખુબ આવશ્યક છે. તેવામાં પહેલીવાર ક્રેડિટ કાર્ડ લઈ રહેલા લોકોએ શું ધ્યાનમાં રાખવું, ચાલો જાણીએ.

જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે!

પહેલી વખત ક્રેડિટ કાર્ડ લેવા ઈચ્છતા લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું આવશ્યક છે, જેથી તેમનો ક્રેડિટ સ્કોર જળવાય અને આર્થિક સંકળામણ ઉભી ન થાય. આમ, તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો વિશે ચર્ચા કરીએ.

મિનિમમ ડ્યુ ભરવાથી સાવચેત રહો

હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ક્રેડિટ કાર્ડનું સંપૂર્ણ બિલ ભરવું. જેમાં મિનિમમ ડ્યુ ભરવાથી કાર્ડધારક લેટ પેમેન્ટની પરેશાનીથી બચી શકે છે, પરંતુ બાકીની રકમ પરનું વ્યાજ વધી શકે છે. જેના કારણે આગળ જતાં કાર્ડધારકને નાણાકિય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલાં માટે મિનિમમ ડ્યુની ચૂંકવણીથી બચવું અને સંપૂર્ણ બિલની ભરપાઈ કરવી. 

સમયસર બિલ ભરવું

ક્રેડિટ કાર્ડના બિલની સમયસર ચૂંકવણી કરવી જોઈએ. આમ, 1-2 દિવસનું મોડું થવાથી પણ ક્રેડિટ સ્કોરમાં અસર પડી શકે છે. એટલાં માટે જો તમે બિલ ભરવાની તારીખ ભૂલી જતાં હોય તો રિમાઈન્ડર મૂકવું જોઈએ. એટલે સમયસર બિલ ભરાઈ જાય અને સ્કોર બગડે નહીં.

ક્રેડિટ કાર્ડની લિમિટથી ઓછો ખર્ચ કરવો

નિષ્ણાતો મુજબ, ક્રેડિટ કાર્ડની લિમિટથી ઓછો ખર્ચ કરવો જોઈએ. જેમાં લિમિટના 30-40 ટકા જ ખર્ચ કરવો યોગ્ય છે. તેનાથી ક્રેડિટ સ્કોરમાં વધારો થઈ શકે છે. જો તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયાની છે તો તમારે 30-40 હજાર જ ખર્ચવા જોઈએ. 

આ પણ વાંચો: ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી

ક્રેડિટ રિપોર્ટની સમીક્ષા કરવી

અનેક લોકો પોતાના ક્રેડિટ કાર્ડના રિપોર્ટને લાંબા સમય સુધી નજરઅંદાજ કરે છે. પરંતુ સમય-સમય પર ક્રેડિટ રિપોર્ટ જરૂરથી ચકાસવો જોઈએ. ઘણી વખત રિપોર્ટમાં ખોટી એન્ટ્રી કે ટેક્નિકલ ખામીઓ પણ જોવા મળતી હોય છે. જે ક્રેડિટ સ્કોરમાં વધારો થવામાં અવરોધરૂપ બની શકે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ ભૂલ દેખાય, તો તેને તાત્કાલિક સુધારવી જોઈએ.