Business

કંપનીઓના વિદેશી સોદાઓએ M&Aમાં થયેલા ઘટાડાને સરભર કર્યો

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના અહેવાલ મુજબ, 2026ના પ્રથમ 7 મહિનામાં ભારતીય કંપનીઓની વિદેશમાં ખરીદી 76% વધી $8.8 બિલિયન થઈ છે. આ સમયગાળામાં વિદેશી ખરીદદારો દ્વારા ભારતીય કંપનીઓની ખરીદી 58% ઘટી $2.7 બિલિયન થઈ. ભારતીય કંપનીઓ હવે વિદેશમાં સક્રિય બની છે, જ્યારે વિદેશી રોકાણકારો ભારતમાંથી પીછેહઠ કરી રહ્યા છે, જે એક નવો ટ્રેન્ડ દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કંપનીઓના વિદેશી સોદાઓએ M&Aમાં થયેલા ઘટાડાને સરભર કર્યો

ઇનબાઉન્ડ ડીલ વેલ્યુ (જેમાં વિદેશી ખરીદદારોએ ભારતીય કંપનીઓ ખરીદી) ૫૮% ઘટીને ૨.૭ બિલિયન ડોલર રહી
અમદાવાદ : વિદેશી ખરીદદારો ભારતમાંથી પીછેહઠ કરી રહ્યા છે ત્યારે ભારતીય કંપનીઓ વિદેશમાં વાૃધુ ખરીદી કરી રહી છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના એક અહેવાલ અનુસાર, ૨૦૨૬ ના પ્રથમ સાત મહિનામાં આઉટબાઉન્ડ ડીલ વેલ્યુ (જેમાં ભારતીય વ્યૂહાત્મક ખરીદદારોએ દેશ બહારની લક્ષિત કંપનીઓ ખરીદી) ૭૬% વાૃધીને ૮.૮ બિલિયન ડોલર થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા ૫ બિલિયન ડોલર હતી.
અહેવાલ અનુસાર આઉટબાઉન્ડ ડીલ્સની સંખ્યા ૧૯% ઘટીને ૯૨ થઈ હતી. આ જ સમયગાળા દરમિયાન ઇનબાઉન્ડ ડીલ વેલ્યુ (જેમાં વિદેશી ખરીદદારોએ ભારતીય કંપનીઓ ખરીદી) ૫૮% ઘટીને ૨.૭ બિલિયન ડોલર થઈ હતી. આંકડા દર્શાવે છે કે સ્થાનિક સોદાનું મૂલ્ય (ડોમેસ્ટિક ડીલ વેલ્યુ - જેમાં ભારતીય ખરીદદારોએ સ્થાનિક કંપનીઓ ખરીદી) ૧૪% ઘટીને ૧૦.૧ બિલિયન ડોલર રહ્યું હતું.
આ વિદેશી ખરીદીને કારણે ભારતના એકંદર એમ એન્ડ એ (M&A) મૂલ્યમાં મોટો ઘટાડો અટક્યો હતો અને તે લગભગ સ્થિર (ચાલુ વર્ષે અત્યાર સુાૃધીમાં માત્ર ૨% નો ઘટાડો) રહ્યું હતું, ભલે કુલ ડીલ વોલ્યુમમાં આશરે ૨૦% નો ઘટાડો નોંાૃધાયો હોય. વોલ્યુમમાં આવેલો આ ઘટાડો વૈશ્વિક સ્તરના લગભગ ૧૮% ઘટાડા કરતાં થોડો વાૃધુ હતો. ભારતની આઉટબાઉન્ડ ખરીદીની કહાણી હવે માત્ર મોટા ઉદ્યોગગૃહો પૂરતી મર્યાદિત નથી રહી. મધ્યમ કદની કંપનીઓ પણ વિદેશમાં નવી ક્ષમતાઓ અને બજાર પ્રવેશ ખરીદી રહી છે.
વિદેશ તરફનું આ વલણ ત્યારે જોવા મળ્યું જ્યારે બજારના ખરીદદારોએ ઓછા પણ મોટા સોદા કરવાનું પસંદ કર્યું છે. જાન્યુઆરી-જુલાઈ ૨૦૨૬ દરમિયાન ભારતના કુલ સોદા મૂલ્યમાં ૧ બિલિયન ડોલરથી વાૃધુના ડીલ્સનો હિસ્સો અડાૃધોઅડાૃધ રહ્યો, જે અગાઉના વર્ષે ૩૪% હતો; જ્યારે ૫૦૦ મિલિયન ડોલરથી વાૃધુના ડીલ્સનો હિસ્સો ૪૯% ની સામે વાૃધીને ૫૯% થયો હતો. ૧૦૦ મિલિયન ડોલરથી વાૃધુના સોદાઓ બજારની સરખામણીએ વાૃધુ મજબૂત રહ્યા, જેમાં ચાલુ વર્ષે અત્યાર સુાૃધીમાં ૪૫ સોદા થયા (૨૦૨૫ ના આ જ સમયગાળામાં ૫૧ અને ૨૦૨૪ માં ૩૭ સોદા થયા હતા) હતા.
સૌથી મોટો ઘટાડો નાના સોદાઓમાં નોંાૃધાયો હતો. ૧ મિલિયન ડોલરથી નીચેના સોદાઓ ડીલ વોલ્યુમમાં થયેલા કુલ ઘટાડાના લગભગ અડાૃધા હિસ્સા માટે જવાબદાર હતા, જે તેમના કુલ ડીલ હિસ્સા કરતાં ઘણો વાૃધારે છે.