Business

દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ

By GS Team
22 Apr 20263 mins read
TukuTouch Logo
એકતરફ આખું વિશ્વ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે ચિંતિત છે. હજુ પણ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે, તો બીજીતરફ ચીને એવી ગુપ્ત હરકત કરી છે, જેના કારણે ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થવાના એંધાણ છે. વાસ્તવમાં ચીને ‘ગુપ્ત ખેલ’ કરીને ચાંદીની રૅકોર્ડ આયાત કરી છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરની ચિંતામાં વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયા યુદ્ધમાં વ્યસ્ત અને ચીને ગુપ્ત રીતે 1626 ટન ચાંદી ખરીદી, ભારતની ચિંતા વધી, જાણો શું છે ચાલ

China Silver Imports : એકતરફ આખું વિશ્વ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા તણાવના કારણે ચિંતિત છે. હજુ પણ અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે, તો બીજીતરફ ચીને એવી ગુપ્ત હરકત કરી છે, જેના કારણે ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો થવાના એંધાણ છે. વાસ્તવમાં ચીને ‘ગુપ્ત ખેલ’ કરીને ચાંદીની રૅકોર્ડ આયાત કરી છે, જેના કારણે ભારત સહિત વિશ્વભરની ચિંતામાં વધારો થયો છે.

ચીને એક જ મહિનામાં આટલી બધી ચાંદી ખરીદી 10 વર્ષનો રૅકોર્ડ તોડ્યો

રિપોર્ટ મુજબ ચીને માર્ચ-2026માં 836 ટન ચાંદીની આયાત કરી છે, જ્યારે 2026ના માત્ર ત્રણ જ મહિનામાં લગભગ કુલ 1626 ટન ચાંદીની ખરીદી કરી છે. માત્ર માર્ચ મહિનામાં આટલીબધી ચાંદીની ખરીદી વિશ્વ માટે ચોંકાવનારી વાત છે. ચીને એક જ મહિનામાં ચાંદીની 78 ટકા ખરીદી વધારી 10 વર્ષનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. ચિંતાની વાત એ છે કે, ચીનની આ હરકતના કારણે વિશ્વભરની ચિંતા વધી શકે છે. આ અવિશ્વસનીય ખરીદીના કારણે અનેક સવાલો ઊભા થયા છે. આખરે ચીનને આટલી બધી ચાંદી કેમ જોઈએ છે? ચીન અચાનક ચાંદી એકઠું કેમ કરી રહ્યો છે?

ચીને ચાંદીની ખરીદી કેમ વધારી?

વાસ્તવમાં સોનાની કિંમતોમાં ભારે તેજી આવ્યા બાદ સામાન્ય રોકાણકારો ચાંદી તરફ વળ્યા છે અને સુરક્ષિત રોકાણ હોવાથી ચાંદીમાં રોકાણ વધારી દીધું છે. રિપોર્ટ પ્રમાણે રોકાણકારોને હાલ ચાંદીનો ભાવ ઓછો લાગી રહ્યો છે. એટલું જ નહીં ગોલ્ડમાં રોકાણ કરનારા રોકાણકારોએ હવે ચાંદીમાં રોકાણ વધારી દીધું છે. ચાંદીની રિટેલ ડિમાન્ડ વધવાની સાથે ઔદ્યોગિક ડિમાન્ડમાં પણ તેજી આવી છે. ખાસ કરીને ચીનના વધતા જતાં સોલર સેક્ટરે ચાંદીની વપરાશમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

ચીનમાં ચાંદીની ડિમાન્ડ વધી

ચીનનાં ઔદ્યોગિક એકમોમાં ચાંદીની ડિમાન્ડમાં ધરખમ વધારો થયો છે. અહીં મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ખૂબ જ માંગ વધી છે. ચીનની સોલાર કંપનીઓએ ચાંદીની ખરીદીમાં તેજી લાવી દીધી છે. કંપનીઓ કાચો માલ એકઠો કરી રહી છે. યુદ્ધના કારણે સપ્લાય ચેઇન અટકી પડવાના ડરથી ચાંદીની આયાત વધારી દીધી છે.

ચીનની ધરખમ ચાંદી ખરીદીની ભારત પર શું અસર પડશે?

ચીન દ્વારા વધારે પડતી ચાંદીની ખરીદીએ વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, ચાંદીની ધરખમ ખરીદીથી સપ્લાય પર દબાણ વધી રહ્યું છે, માંગમાં અણધાર્યો વધારો થઈ રહ્યો છે, પરંતુ ખરીદી સામે ઉત્પાદન વધી રહ્યું નથી. ડિમાન્ડ અને સપ્લાયમાં અસમાનતાના કારણે કિંમતોમાં વધારો થવાની આશંકા વધી ગઈ છે. જો ભારતની વાત કરીએ તો, વિશ્વમાં ચાંદીની ડિમાન્ડ અને કિંમત વધવાથી ભારતના સ્થાનિક બજારમાં કિંમતો વધી શકે છે. હાલ દેશમાં પ્રતિ કિલો ચાંદીની કિંમત રૂ. 2,50,513ને પાર પહોંચી ગઈ છે, ત્યારે ચીનની આ હરકતના કારણે ચાંદીની કિંમતોમાં વધારો થવાનો ખતરો વધી ગયો છે.

આ પણ વાંચો : ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં