Get The App

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
RBI Auto Debit New Rules


RBI Auto Debit New Rules: ભારતીય રિઝર્વ બૅન્કે(RBI) ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અને ગ્રાહકોની સુવિધા વધારવા માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. નવા નિયમો અનુસાર, હવે ₹15,000 સુધીના ઓટોમેટિક પેમેન્ટ(E-Mandate) માટે ગ્રાહકોએ વારંવાર OTP કે પાસવર્ડ નાખવાની જરૂર નહીં પડે. આ સુવિધાનો સીધો લાભ OTT સબસ્ક્રીપ્શન, વીજળી બિલ અને મોબાઇલ રિચાર્જ જેવા નિયમિત ચૂકવણા કરતા કરોડો યુઝર્સને મળશે. આ ઉપરાંત, જો કોઈ ગ્રાહકનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ બદલાય છે, તો તેની સાથે જોડાયેલા જૂના ઈ-મેન્ડેટ આપમેળે નવા કાર્ડ પર ટ્રાન્સફર થઈ જશે, જેથી પેમેન્ટ અટકવાની સમસ્યા રહેશે નહીં.

ડિજિટલ પેમેન્ટ બન્યું ફાસ્ટ

અત્યાર સુધીની વ્યવસ્થામાં એક ચોક્કસ મર્યાદાથી વધુની રકમ માટે દર વખતે OTP આપવો ફરજિયાત હતો. ઘણીવાર નેટવર્કની સમસ્યા કે OTP મોડો આવવાને કારણે પેમેન્ટ ફેલ થતું હતું, જેના લીધે પેનલ્ટી લાગતી અથવા સર્વિસ બંધ થઈ જતી હતી. હવે RBI એ આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. ખાસ વાત એ છે કે, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ(SIP) અને ક્રેડિટ કાર્ડ બિલ માટે આ મર્યાદા વધારીને ₹1 લાખ સુધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

વારંવારના ઑથેન્ટિકેશનમાંથી મુક્તિ

આ ફેરફારથી ગ્રાહકોને વારંવારના ઑથેન્ટિકેશનમાંથી મુક્તિ મળશે અને નાણાકીય શિસ્ત જાળવવી વધુ સરળ બનશે. જોકે, આ સુવિધાનો લાભ ત્યારે જ મળશે જ્યારે ગ્રાહકે પહેલાથી મેન્ડેટ રજિસ્ટર કરાવેલું હોય. આ નિર્ણયથી દેશના ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમને વધુ મજબૂતી મળશે અને ગ્રાહકોનો સમય પણ બચશે.

ડિજિટલ પેમેન્ટ માટે RBIના નવા નિયમો, હવે ₹15,000 સુધીના ઓટો-ડેબિટ માટે OTPની જરૂર નહીં 2 - image