BRICS સમિટ : જિનપિંગ સાથે વન ટુ વન બેઠક, પુતિન-પેઝેશ્કિયાન જેવા દિગ્ગજો સાથે મંચ શેર કરશે PM મોદી, જાણો આજનો કાર્યક્રમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BRICS 2026 : આજે ભારતમાં BRICS દેશોના 18મા શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે. પુતિન અને ઇરાનના પ્રમુખ પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી BRICS દેશોના જુદા જુદા પ્રમુખ સાથે બેઠક કરીને અનેક મહત્ત્વના કરારો કરી દુનિયાને મોટો સંદેશ આપવા જઇ રહ્યા છે. તો જાણી લો આજનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?
BRICS સમિટનો આજનો કાર્યક્રમ…
સવારે 10:00 વાગ્યે : વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી સાથે મુલાકાત કરશે.
સવારે 10:30 વાગ્યે : વડાપ્રધાન મોદીની મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે બેઠક યોજાશે.
સવારે 11:00 વાગ્યે : અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત થશે.
સવારે 11:30 વાગ્યે : વડાપ્રધાનની વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક યોજાશે. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઇરાની સમકક્ષ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક યોજાશે.
બપોરે 2:00 વાગ્યે : BRICS શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત BRICS સભ્ય દેશોના નેતાઓનું ભારત મંડપમના લેવલ 2 પર આગમન થશે. બપોરે 2:35 વાગ્યે સમિટ હોલમાં “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લૉઝ સેશન યોજાશે.
સાંજે 4:25 વાગ્યે : નેતાઓ ભારત મંડપમના હોલ 14 માં 'Bharat Innovates Exhibition' નું અવલોકન કરશે. સાંજે 5:05 વાગ્યે ભારત મંડપમની બહારના લોનમાં ફેમિલી ફોટો થશે અને 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
સાંજે 5:45 વાગ્યે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક ભારત મંડપમમાં થશે.
રાત્રે 7:30 વાગ્યે : વડાપ્રધાનની યજમાનીમાં ભારત મંડપમના લેવલ 3 પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.




