Get The App

બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો

- વેચવાલીને પરિણામે બે અબજ ડોલરની લેણ સ્થિતિ લિક્વિડેટ કરાઈ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
બિટકોઈન ગબડી 75000 ડોલરની અંદર: ઈટીએફમાં મોટાપાયે આઉટફલો 1 - image

મુંબઈ : વૈશ્વિક સોનાચાંદી બજારોમાં બગડેલા મૂડની અસર ક્રિપ્ટોકરન્સીઝ બજાર પર પણ જોવા મળી છે અને સપ્તાહના પ્રથમ દિવસે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ પાંચ ટકાથી વધુ તૂટી ૭૫૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. એક જ સપ્તાહમાં બિટકોઈન ૧૫ ટકા જેટલો ઘટી ગયો છે જેને પરિણામે ક્રિપ્ટો કરન્સીઝની માર્કટ કેપમાં ભારે ધોવાણ જોવા મળ્યું છે.

છેલ્લા ચોવીસ કલાકમાં આવેલી ભારે વેચવાલીને પરિણામે બિટકોઈનની અંદજે બે અબજ ડોલરની ઊભી લેણ પોઝિશન ફરજિયાત લિક્વિડેટ કરવામાં આવી હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.

નીચી લિક્વિડિટીને કારણે લેણ કાપી નાખવામાં આવ્યું હતું. 

સમાપ્ત થયેલા જાન્યુઆરીમાં અમેરિકામાં સ્પોટ બિટકોઈન ઈટીએફસમાંથી ૧.૬૦ અબજ ડોલરનો નેટ આઉટફલોસ જોવા મળ્યો હતો, જે સંસ્થાકીય રોકાણકારો દ્વારા જોખમ ઘટાડાઈ રહ્યાના સંકેત આપે છે.

છેલ્લા ચોવીસ કલાકમાં  ઉપરમાં ૭૯૧૬૮.૭૪ ડોલર અને નીચામાં ૭૪૬૭૪.૫૮ ડોલર થઈ મોડી સાંજે બિટકોઈન ૭૭૭૫૨ ડોલર કવોટ થતો હતો. અન્ય ક્રિપ્ટો એથરમનો ભાવ ઉપરમાં ૨૪૩૭ ડોલર અને નીચામાં ૨૧૬૮ ડોલર થઈ મોડી સાંજે ૨૩૦૩ ડોલર કવોટ થતો હતો.

 ક્રિપ્ટોસની માર્કેટ કેપ પણ ભારે વોલેટાઈલ રહ્યા કરે છે અને ૨.૭૦ ટ્રિલિયન ડોલર રહી હતી.  બૃહદ આર્થિક તથા ભૌગોલિકરાજકીય પરિબળોએ ક્રિપ્ટોસમાં ખાનાખરાબી સર્જી હોવાનું એક એનાલિસ્ટે જણાવ્યું હતું.