બિટકોઈનમાં સતત ગભરાટભરી વેચવાલી, 60,000 ડોલરની અંદર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સતત બે ત્રિમાસિક ગાળામાં બિટકોઈનમાં નેગેટિવ વળતર
મુંબઈ : બિટકોઈન એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી સતત આટફલોસ , અમેરિકન ડોલરમાં મજબૂતાઈ તથા ફેડરલ રિઝર્વ તરફથી જટિલ સંકેતોની પરિણામે સપ્તાહના પ્રારંભમાં બિટકોઈન તૂટીને ૬૦,૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં બિટકોઈનમાં સાત ટકાથી વધુનો ઘસારો જોવા મળ્યો છે.
ક્રિપ્ટોસ જેવી જોખમી એસેટસમાંથી નાણાં પાછા ખેંચી રોકાણકારો એઆઈ સંચાલિત સેમીકન્ડકટર કંપનીના સ્ટોકસમાં રોકાણ કરી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે. જો કે ટેકનોલોજી શેરોમાં વ્યાપક વેચવાલીથી ક્રિપ્ટો માર્કેટસ પર દબાણમાં વધારો થયો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૫૮૯૬૦ ડોલર અને ઉપરમાં ૬૦૩૧૬ ડોલર થઈ મોડી સાંજે ૬૦૦૪૪ ડોલર બોલાતો હતો.
આગળ જતા વિશ્લેષકોની નજર ઈટીએફ ફલોસ પર રહેવાની વકી છે. આઉટફલોસ અટકે છે કે કેમ તે જોવાનું રહેશે.
વર્તમાન વર્ષમાં સતત બે ત્રિમાસિક ગાળામાં બિટકોઈને નેગેટિવ વળતર પૂરું પાડયું છે જે અત્યારસુધીમાં ત્રીજી વખત જોવા મળ્યું છે.
સામાન્ય રીતે કોઈ વર્ષનો બીજો ત્રિમાસિક ગાળો બિટકોઈન માટે મજબૂત રહેતો હોય છે.
જો બિટકોઈન ૫૯૦૦૦ ડોલરની અંદર વેપાર થયા કરશે તો એનોલિસ્ટો નીચામાં ૫૨૦૦૦ ડોલર સુધી જવાની ધારણાં રાખી રહ્યા છે. બિટકોઈનની પાછળ અન્યે ક્રિપ્ટોસમાં પણ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે કરેકશન જોવા મળ્યું છે.
એથરમ ઘટી ૧૫૮૦ ડોલર, એકસઆરપી ૧.૦૪ ડોલર, સોલાના ૭૨.૫૦ ડોલર કવોટ થતા હતા.









