Business

વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે

By GS TEAM
25 Sep 20252 mins read
TukuTouch Logo
વિશ્વની દિગ્ગજ ટેક કંપની ઓરેકલના કો-ફાઉન્ડર અને સીઈઓ લેરી એલિસન માટે 2025નું વર્ષ ફળદાયી રહ્યું છે. તેમની નેટવર્થમાં આ વર્ષે અનેકગણો વધારો થતાં વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કને બિલિયોનેર્સની યાદીમાં પાછળ પાડી નંબર વન સ્થાન લીધુ હતું. સંપત્તિમાં સતત વૃદ્ધિ સાથે હાલ તેમણે એક એવી જાહેરાત કરી છે કે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95 ટકા સંપત્તિ દાન કરશે

Larry Ellison: વિશ્વની દિગ્ગજ ટેક કંપની ઓરેકલના કો-ફાઉન્ડર અને સીઈઓ લેરી એલિસન માટે 2025નું વર્ષ ફળદાયી રહ્યું છે. તેમની નેટવર્થમાં આ વર્ષે અનેકગણો વધારો થતાં વિશ્વના ટોચના ધનિક ઈલોન મસ્કને બિલિયોનેર્સની યાદીમાં પાછળ પાડી નંબર વન સ્થાન લીધુ હતું. સંપત્તિમાં સતત વૃદ્ધિ સાથે હાલ તેમણે એક એવી જાહેરાત કરી છે કે, તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા છે.

વિશ્વના ટોપ બિલિયોનેર્સની યાદીમાં બીજા ક્રમે એલિસને પોતાની સંપત્તિનો 95 ટકા હિસ્સો દાન કરવાની જાહેરાત કરી છે.  બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ $368 અબજ છે. તેમણે 2010માં જ ગિવિંગ પ્લેજ હેઠળ પોતાની 95 ટકા સંપત્તિ દાન કરવાનો સંકલ્પ લીધો હતો. ધનિકોની યાદીમાં ટોચ પર પહોંચ્યા બાદ તેઓ હવે પોતાની સંપત્તિ દાન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓ પોતાની શરતો પર સંપત્તિ દાન કરવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ 'અમેરિકા જૂઠ્ઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ...', ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનો ટ્રમ્પ પર આકરો પ્રહાર

આ ક્ષેત્રે આપશે દાન

લેરી એલિસન દ્વારા આપવામાં આવનારૂ દાન ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સ્થિત એલિસન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી મારફત સંચાલિત કરવામાં આવે છે. જે હેલ્થ સર્વિસ, ખાદ્ય સુરક્ષા, જલવાયુ પરિવર્તન, અને એઆઈ રિસર્ચ સહિત તમામ વૈશ્વિક પડકારો પર ફોકસ કરે છે. અગાઉ પણ લેરી એલિસન અનેક મોટું દાન આપ્યું છે. તેમણે સંશોધન અને સારવાર કેન્દ્રો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર રકમનું દાન કર્યું હતું, જેમાં કેન્સર રિસર્ચ સેન્ટર માટે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાને $20 કરોડ અને મેડિકલ રિસર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરતી ચેરિટી એલિસન મેડિકલ ફાઉન્ડેશનને લગભગ $1 અબજનું દાન આપ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ એલિસન ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ માટે $1.3 અબજનું દાન આપ્યું હતું, જે 2027 સુધીમાં ખુલશે. વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ લેરી એલિસને સતત સંકેત આપ્યો છે કે પોતાની શરતો અને સમયરેખા અનુસાર તેમની લગભગ તમામ સંપત્તિ પરોપકારી પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવશે.

એક જ દિવસમાં $101 અબજે કરી કમાલ

લેરી એલિસન લાંબા સમયથી વિશ્વના ટોચના અબજોપતિઓ પૈકી એક છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં તેમની સંપત્તિમાં અચાનક એક જ દિવસમાં $101 અબજ (રૂ. 8.90 લાખ કરોડ)નો વધારો થયો હતો. આ વૃદ્ધિ સાથે ઈલોન મસ્કને પાછળ પાડી ટોચના ધનિક બન્યા હતાં. તેમની કુલ નેટવર્થ 393 અબજ ડોલર થઈ હતી. જોકે થોડીવાર બાદ મસ્કે ફરી પાછું ટોચનું સ્થાન હાંસલ કરી લીધુ હતું.  81 વર્ષીય ટેક ઉદ્યોગપતિ લેરી એલિસન અત્યાર સુધીના બીજા સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે.