સોના-ચાંદીની કિંમતોમાં મોટો કડાકો, ચાંદી એકઝાટકે 10000 રૂ. સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ રેટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold and Silver Price Fall Delhi : રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં શુક્રવારે સોના અને ચાંદીના ભાવમાં તિવ્રઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં તેજી હોવા છતાં સ્થાનિક બજારમાં વેચાણ દબાણને કારણે કિંમતો તૂટી છે. શુક્રવારે ચાંદીની કિંમતમાં 10,000 રૂપિયાનો જંગી ઘટાડો થયો હતો. જ્યારે સોનું પણ 2,700 રૂપિયા ગગડ્યું છે. ઉલ્લેખનીય છે કે શનિવાર અને રવિવારે બુલિયન બજારની રજા રહે છે.
ચાંદી અને સોનાના નવા લેટેસ્ટ ભાવ
શુક્રવારે દિલ્હી બજારમાં ચાંદીનો ભાવ 10,000 રૂપિયા ઘટીને 2,34,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે, જે અગાઉ ગુરુવારે 2,44,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. આ ઉપરાંત 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 2,700 રૂપિયા ઘટીને 1,55,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જે ગુરુવારે 1,58,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજાર અને કોમોડિટી એનાલિસ્ટનું વિશ્લેષણ
આંતરરાષ્ટ્રીય બજારમાં શુક્રવારે સોનું 1.15 ટકા વધીને 4,366.58 ડોલર પ્રતિ ઓંસ અને ચાંદી લગભગ 2 ટકાની મજબૂત તેજી સાથે 64.77 ડોલર પ્રતિ ઓંસ પર પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતોમાં થોડો સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ દબાણમાં છે અને સતત ત્રીજા સપ્તાહે ઘટાડાની રાહ પર છે.
ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો અને ફુગાવાની ચિંતા
ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે મોંઘવારી અંગેની ચિંતા ફરી વધી ગઈ છે. સાથે જ અમેરિકી ટ્રેઝરી બોન્ડ પર ઊંચી પ્રતિફળ દર અને વ્યાજ દરોમાં વધારાની અપેક્ષાઓ પણ સોના જેવી સંપત્તિઓ પર દબાણ બનાવી રહી છે. શુક્રવારે એમસીએક્સ (MCX) પર ક્રૂડ ઓઇલની કિંમતો 9,532 રૂપિયા પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી.




