Business

Canara Bank New Rules : બેંક ગ્રાહકોને મોટો ઝટકો, ATMમાં જતા પહેલા જાણી લો નવા નિયમો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
કેનેરા બેંકે ATM સેવાઓના નિયમો અને ચાર્જમાં મોટા ફેરફારો કર્યા છે. 1 સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા નિયમો મુજબ, સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડીને 5 કરવામાં આવી છે. મર્યાદા પછી રોકડ ઉપાડવા પર 23 રૂપિયા અને અપૂરતા બેલેન્સને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર પણ 23 રૂપિયા ચાર્જ વસૂલાશે. જોકે, ગ્રીન પિન ફરી જનરેટ કરવાનો ચાર્જ ઘટાડીને 5 રૂપિયા કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Canara Bank New Rules : બેંક ગ્રાહકોને મોટો ઝટકો, ATMમાં જતા પહેલા જાણી લો નવા નિયમો

Canara Bank ATM Rules : દેશમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનું ચલણ વધતા એટીએમનો ઉપયોગ ધીમે-ધીમે ઘટી રહ્યો છે. આ દરમિયાન જાહેર ક્ષેત્રની અગ્રણી કેનેરા બેંકે એટીએમ સેવાઓ સંબંધિત નિયમો અને ચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે. બેંકે સેવિંગ્સ એકાઉન્ટ માટે માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડી છે તેમજ નિર્ધારિત મર્યાદા બાદ રોકડ ઉપાડવા અને ટ્રાન્ઝેક્શન ફેલ થવા પર વસૂલાતા ચાર્જમાં વધારો કર્યો છે. આ તમામ નવા દરો 1 સપ્ટેમ્બરથી લાગુ કરી દેવામાં આવ્યા છે.

સેવિંગ્સ ખાતાધારકો માટે ફ્રી લિમિટ ઘટી, સિનિયર સિટીઝનને રાહત

કેનેરા બેંકે સેવિંગ્સ એકાઉન્ટ માટે એક કેલેન્ડર મહિનામાં મળતા ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડીને માત્ર 5 કરી દીધી છે. આ મર્યાદામાં નાણાકીય (Financial) અને બિન-નાણાકીય (Non-Financial) એમ બંને પ્રકારના વ્યવહારો સામેલ રહેશે. જોકે, બેંકે વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) માટે મળતી ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તે પહેલાંની જેમ જ યથાવત રાખવામાં આવી છે.

મર્યાદા બહાર રોકડ ઉપાડ પર હવે 23 રૂપિયા ચાર્જ

ફ્રી લિમિટ પૂરી થયા પછી જો ગ્રાહક એટીએમમાંથી બેલેન્સ જાણવા કે મિની સ્ટેટમેન્ટ મેળવવા જેવી બિન-નાણાકીય સેવા લેશે, તો તેના પર 5 રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ યથાવત રહેશે. પરંતુ નિર્ધારિત મર્યાદા બાદ યુપીઆઈ વિથડ્રોઅલ સહિત કેશ ઉપાડવા પરનો ચાર્જ જીએસટી સાથે 20 રૂપિયાથી વધારીને હવે 23 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ખાતામાં અપૂરતા બેલેન્સને લીધે ટ્રાન્ઝેક્શન ફેલ થશે તો દંડ વધશે

ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવા છતાં જો કોઈ ગ્રાહક એટીએમમાંથી નાણાં ઉપાડવાનો પ્રયાસ કરશે અને ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જશે, તો તેના માટે પણ ગ્રાહકે હવે વધારે ચાર્જ ચૂકવવો પડશે. ફ્રી લિમિટ પૂરી થયા બાદ કેનેરા બેંક કે અન્ય બેંકોના એટીએમ પર અપૂરતા બેલેન્સના કારણે ફેલ થતા આવા ટ્રાન્ઝેક્શન પરનો દંડ 17 રૂપિયાથી વધારીને જીએસટી સહિત 23 રૂપિયા કરવામાં આવ્યો છે.

ગ્રીન પિન ફરી જનરેટ કરવાનો ચાર્જ ઘટ્યો

એક તરફ ચાર્જમાં વધારો થયો છે, ત્યારે બીજી તરફ બેંકે ગ્રાહકોને એક રાહત પણ આપી છે. ક્લાસિક, સ્ટાન્ડર્ડ, પ્લેટિનમ, બિઝનેસ, સિલેક્ટ અને વર્લ્ડ કાર્ડ જેવા વિવિધ વેરિઅન્ટ્સ પર ફ્રી લિમિટ બાદ ગ્રીન પિન (ATM PIN) ફરી જનરેટ કરવા માટેનો ચાર્જ 23 રૂપિયાથી ઘટાડીને માત્ર 5 રૂપિયા કરી દેવાયો છે.