બેંકિંગ શેરોની આગેવાનીએ ચાર દિવસના ઘટાડાને બ્રેક : સેન્સેક્સ ૪૭૩ પોઈન્ટ વધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નિફટી સ્પોટ ૧૩૪ પોઈન્ટ વધીને ૨૨૫૫૬ : રેપો રેટમાં ૦.૨૫ ટકા વધારો થવાની અપેક્ષા
હેલ્થકેર શેરોમાં ફંડોની વેચવાલી : રોકાણકારોની સંપત્તિમાં રૂ.૨.૧૧ લાખ કરોડનો વધારો
મુંબઈ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં આગામી સમીક્ષામાં ૦.૨૫ ટકાનો વધારો થવાની અપેક્ષા અને બેંકોની ત્રિમાસિક કામગીરીના આકર્ષણે આજે ફંડોએ બેંકિંગ શેરોની આગેવાનીએ ચાર દિવસના ઘટાડાને બ્રેક લગાવી રિકવરી બતાવી હતી. બેંકિંગ શેરો સાથે આજે આઈટીસી લિમિટેડની આગેવાનીએ ફંડોએ એફએમસીજી શેરોમાં તેજી કરતાં સુધારાને વેગ મળ્યો હતો. દેશમાં ચાલુ વર્ષે ચોમાસું અપેક્ષાથી નબળું નીવડી ઘણા વિસ્તારોમાં વરસાદ ઓછો પડતાં દુષ્કાળનું જોખમ ઝળુંબી રહ્યું હોઈ ફંડો સાવચેત બન્યા છતાં આજે સળંગ ચાર દિવસની ઓવરસોલ્ડ પોઝિશન ફંડોએ હળવી કરી હતી. જો કે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ એકંદર મજબૂત જળવાઈ રહી બ્રેન્ટ ૧૦૩ ડોલર નજીક અને નાયમેક્ષ ૯૦ ડોલર ઉપર રહ્યા હોઈ શેરોમાં મોટી તેજીમાં ફંડો સાવચેત રહ્યા હતા. તહેવારોની સીઝને ઓટો શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની તેજી રહી હતી. સેન્સેક્સ ૪૭૨.૭૭ પોઈન્ટ ઉછળીને ૭૨૩૮૨.૪૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૧૩૩.૮૦ પોઈન્ટ વધીને ૨૨૫૫૫.૭૫ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૪૩૨ પોઈન્ટ વધ્યો : એયુ બેંક, ફેડરલ, આઈડીએફસી, આઈસીઆઈસીઆઈ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે ખરીદી રહી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ વખતે મોંઘવારી-ફુગાવાના પરિબળે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવે એવી શકયતા અને બેંકોના સપ્ટેમ્બર અંતના ત્રિમાસિકમાં ધિરાણ, થાપણ વૃદ્વિની એકંદર સારી કામગીરીના પરિબળોએ ફંડોની બેંક શેરોમાં તેજી રહી હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩૮.૪૦ વધીને રૂ.૧૦૨૯, ફેડરલ બેંક રૂ.૧૧.૦૫ વધીને રૂ.૩૨૭.૬૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૮૮ વધીને રૂ.૮૨.૨૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૭.૫૦ વધીને રૂ.૧૩૩૩, યશ બેંક રૂ.૨૧.૧૦, પીએનબી રૂ.૨.૧૦ વધીને રૂ.૧૧૨, એક્સિસ બેંક રૂ.૯.૯૫ વધીને રૂ.૧૨૨૩.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫ વધીને રૂ.૯૫૯ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૩૨.૩૯ પોઈન્ટ વધીને ૬૧૭૮૮.૫૨ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ : સિટીના બાય રેટિંગે આઈટીસી વધ્યો : સુગર શેરોમાં ફરી ચમકારો
ફંડોએ આજે ઘટાડે એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. આઈટીસી લિમિટેડના શેર માટે બ્રોકિંગ હાઉસ સિટી દ્વારા સેલથી બાય રેટિંગ અપગ્રેડ કરાતાં શેરમાં આકર્ષણ સાથે અન્ય એફએમસીજી શેરોમાં પણ તેજીનો સળવળાટ જોવાયો હતો. આઈટીસી લિમિટેડ રૂ.૧૧.૫૫ વધીને રૂ.૨૬૮.૫૫ રહ્યો હતો. દુષ્કાળની અસરે શેરડીનો પાક ઓછો આવવાની શક્યતા સાથે સુગરના ભાવો પર અંકુશ માટે સુગરમાં કેન્દ્ર સરકાર ઈથેનોલ તરફ સુગર વાળવા પર પ્રતિબંધ મૂકે એવી શક્યતાના અહેવાલે ફંડોની સુગર શેરોમાં ખરીદી રહી હતી. અવધ સુગર રૂ.૭૬.૩૫ વધીને રૂ.૮૪૩.૬૦, દાલમિયા સુગર રૂ.૩૧.૪૦ વધીને રૂ.૪૨૮.૪૦, ઉત્તમ સુગર રૂ.૧૭.૭૫ વધીને રૂ.૨૯૪.૭૫, ઉગાર સુગર રૂ.૨.૭૭ વધીને રૂ.૫૮.૩૨, દ્વારકેશ સુગર રૂ.૨.૦૭ વધીને રૂ.૪૪.૦૧, મગધ સુગર રૂ.૨૪.૬૫ વધીને રૂ.૫૩૪.૯૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૪૧.૪૧ પોઈન્ટ વધીને ૧૬૮૯૨.૬૯ બંધ રહ્યો હતો.
તહેવારોની સીઝનની અપેક્ષાએ ઓટો શેરોમાં ઘટાડે સપોર્ટ : ટાટા મોટર્સ, આઈશર, મારૂતી, મહિન્દ્રા વધ્યા
ક્રુડ ઓઈલના ૧૦૩ ડોલર જેટલા ઊંચા ભાવ, અલનીનોની અસરે દુષ્કાળનું વધતું જોખમ અને સપ્ટેમ્બર મહિનામાં વાહનોના વેચાણ પર પડેલી અસરે ઓટોમોબાઈલ શેરોમાં વેચવાલી બાદ હવે તહેવારોની સીઝનમાં વાહનોનું વેચાણ વધવાની અપેક્ષાએ સિલેક્ટિવ ઓટો શેરોમાં ઘટાડે ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૮.૩૫ વધીને રૂ.૨૮૮.૩૫, ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ રૂ.૧૧.૪૫ વધીને રૂ.૪૨૬.૭૫, આઈશર મોટર્સ રૂ.૧૦૯.૧૫ વધીને રૂ.૭૦૫૯, મારૂતી સુઝુકી રૂ.૧૨૨ વધીને રૂ.૧૧,૫૨૨, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૮.૯૫ વધીને રૂ.૨૮૭૦, એમઆરએફ રૂ.૨૩૯.૧૦ વધીને રૂ.૧,૨૩,૨૮૪ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૭.૨૦ પોઈન્ટ વધીને ૫૬૫૫૧.૨૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની સિલેક્ટિવ ખરીદી : કલ્યાણ જવેલર્સ, ક્રોમ્પ્ટન, બ્લુ સ્ટાર, ટાઈટનમાં તેજી
તહેવારોની સીઝનમાં હોમ એપ્લાયન્સિસ સહિતની ખરીદી વધવાની અપેક્ષાએ ફંડોની આજે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૫૫૭, ક્રોમ્પ્ટન રૂ.૯.૪૫ વધીને રૂ.૨૧૧.૫૫, બ્લુ સ્ટાર રૂ.૨૨ વધીને રૂ.૧૪૯૭, ટાઈટન કંપની રૂ.૬૫ વધીને રૂ.૪૬૦૦, બર્જર પેઈન્ટ રૂ.૬.૩૫ વધીને રૂ.૪૫૮.૬૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૪૦ વધીને રૂ.૧૦૫૨, અંબર રૂ.૫૯.૧૫ વધીને રૂ.૬૫૫૮.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૭૬.૭૯ પોઈન્ટ વધીને ૫૮૨૮૬.૨૫ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ફંડોનું મોટું ઓફલોડિંગ : વિન્ડલાસ, સોલારા, વેનબરી, કોપરાન, બ્લિસ જીવીએસ તૂટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે મોટું ઓફલોડિંગ થયું હતું. વિન્ડલાસ રૂ.૬૫.૨૦ તૂટીને રૂ.૧૦૧૮, સોલારા રૂ.૩૯.૫૦ તૂટીને રૂ.૬૭૬.૫૦, વેનબરી રૂ.૯.૭૦ વધીને રૂ.૧૮૯.૩૦, કોપરાન રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૨૬૮.૭૫, કિમ્સ રૂ.૩૩.૧૫ ઘટીને રૂ.૭૦૧.૯૫, બ્લિસ જીવીએસ રૂ.૨૩.૭૫ ઘટીને રૂ.૬૬૦.૪૫, મેક્સ હેલ્થ રૂ.૨૮.૨૫ ઘટીને રૂ.૯૧૬.૬૦, ફોર્ટિસ હેલ્થકેર રૂ.૨૦.૯૦ ઘટીને રૂ.૭૬૫, અજન્તા ફાર્મા રૂ.૯૩.૮૦ ઘટીને રૂ.૩૪૮૮.૪૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૬૫.૨૬ પોઈન્ટ તૂટીને ૪૯૩૩૪.૬૮ બંધ રહ્યો હતો.
ડીસીએમ શ્રીરામ, રેમન્ડ, નુવામા, પરાગ મિલ્ક, નાયકા, નેટવેબ, સેલો, આરઆર કાબેલ ઉછળ્યા
એ ગુ્રપના પ્રમુખ વધનાર શેરોમાં ડીસીએમ શ્રીરામ રૂ.૧૪૮.૬૦ ઉછળીને રૂ.૧૦૫૨.૭૦, રેમન્ડ રૂ.૧૧૧.૭૫ વધીને રૂ.૧૩૦૪.૩૫, નુવુમા રૂ.૧૧૮.૧૫ વધીને રૂ.૧૮૨૧.૨૦, પરાગ મિલ્ક રૂ.૧૬.૮૦ વધીને રૂ.૨૮૦.૭૦, નાયકા રૂ.૧૭.૭૦ વધીને રૂ.૩૪૦.૯૦, નેટવેબ રૂ.૨૪૭.૭૦ વધીને રૂ.૪૭૬૭.૦૫, સેલો રૂ.૧૭.૨૫ વધીને રૂ.૩૪૦.૨૦, આરઆર કાબેલ રૂ.૧૨૯.૮૦ વધીને રૂ.૨૬૪૬.૮૦ રહ્યા હતા.
ઘટાડે સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદી છતાં સાવચેતી : ૨૪૪૮ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ચાર દિવસના ઘટાડાને બ્રેક લાગ્યા સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં સિલેક્ટિવ ખરીદી થવા છતાં ઘણા શેરોમાં વેચવાલીએ માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૭૬૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૫૨ અને ઘટનારની સંખ્યા ૨૪૪૮ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૪૬૯૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૧૮૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૬૯૯.૧૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૫,૬૭૪.૬૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૩૭૩.૭૫ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૧૮૧.૬૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૦૭ કરોડ થયું
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સાથે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીના પરિણામે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૧ લાખ કરોડ વધીને રૂ.૪૬૯.૦૭ લાખ કરોડ રહ્યું હતું.




