સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઇલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી 'ભવિષ્યવાણી'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold & Silver Price Crash Warning: જાણીતા અમેરિકન માર્કેટ એનાલિસ્ટ અને 'ElliottWaveTrader.net'ના સ્થાપક એવી ગિલ્બર્ટ(Avi Gilburt) દ્વારા સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાની ચેતવણી આપવામાં આવી છે. ગિલ્બર્ટના ટેકનિકલ વિશ્લેષણ મુજબ, સોનાના ભાવમાં હજુ પણ 20% જેટલો ઘટાડો થઈ શકે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં 4775 ડૉલરથી ઘટીને 3800 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. ભારતીય રૂપિયામાં આ ઘટાડો અંદાજે 1.18 લાખની આસપાસ હોઈ શકે છે. ગિલ્બર્ટનું માનવું છે કે બજારમાં અત્યારે જે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તે 1980ના દાયકા જેવો છે અને રોકાણકારોએ અત્યારે સાવધ રહેવાની જરૂર છે.
સોના-ચાંદીમાં તેજી બાદ મોટા કડાકાની આશંકા
સોનાની ચાલ અંગે ગિલ્બર્ટે બે શક્યતાઓ દર્શાવી છે. પ્રથમ શક્યતા મુજબ કિંમતો અહીંથી જ ધીમે-ધીમે ઘટવાની શરૂઆત થશે. જ્યારે બીજી અને વધુ જોખમી શક્યતા મુજબ, સોનું પહેલા 4800 ડૉલર અને ત્યારબાદ 5200 ડૉલરની સપાટી વટાવી શકે છે. આ તેજી જોઈને લોકોને લાગશે કે ઘટાડો પૂરો થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં આ એક પ્રકારની છેતરપિંડી હશે અને ત્યાર બાદ કિંમતોમાં મોટો કડાકો આવી શકે છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી શકે છે, જે ઘટીને 40થી 53.50 ડૉલર સુધી નીચે આવી શકે છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે 60 ડૉલરથી નીચેની ચાંદી ખરીદવાની શાનદાર તક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા
બજારનું માળખું 2011 જેવું: મોટા ટ્રેન્ડના સંકેત
માર્કેટના આ નિષ્ણાતનું માનવું છે કે વર્તમાન બજારનું માળખું 2011 જેવું દેખાઈ રહ્યું છે, જ્યાં મોટા ટ્રેન્ડ પહેલા ઘટાડો જોવા મળ્યો હતો. સોના-ચાંદી ઉપરાંત, તેમણે માઇનિંગ સ્ટોક્સમાં સારા વળતરની આશા વ્યક્ત કરી છે. સૌથી ચોંકાવનારી આગાહી તેમણે ક્રૂડ ઓઇલ માટે કરી છે. તેમના મતે અત્યારે ઓઇલમાં ભલે થોડી તેજી દેખાય, પરંતુ આ વર્ષના અંત સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવ 50 ડૉલર પ્રતિ બેરલથી પણ નીચે જઈ શકે છે. ગિલ્બર્ટના મતે આ ઘટાડો રોકાણકારો માટે ભવિષ્યમાં મોટી તકો લાવશે, પરંતુ હાલમાં ઉતાવળે નિર્ણય લેવાને બદલે ધીરજ રાખવી હિતાવહ છે.









