Business

બ્લેક સી વિસ્તારમાં હુમલાને પરિણામે સનફલાવર તેલના પૂરવઠામાં ખલેલ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈ: બ્લેક સીમાં હુમલાને કારણે સનફ્લાવર તેલની આયાત ખોરવાતા ભારતે વૈકલ્પિક વનસ્પતિ તેલ તરફ નજર દોડાવી છે. રશિયા-યુક્રેનથી પુરવઠામાં 60 દિવસની વિલંબ અને ભાવ વધારાને લીધે પામ અને સોયા તેલની આયાત વધારવી પડી છે. સ્થાનિક વેપારીઓ દક્ષિણ અમેરિકાના સપ્લાયર્સ તરફ વળ્યા છે. તહેવારોની સિઝન પહેલા માંગને પહોંચી વળવા આયાતકારોને અન્ય બજારોમાંથી ખરીદી કરવાની ફરજ પડી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્લેક સી વિસ્તારમાં હુમલાને પરિણામે સનફલાવર તેલના પૂરવઠામાં ખલેલ

આયાતકારોને વૈકલ્પિક વનસ્પતિ તેલની ખરીદી કરવાની ફરજ
મુંબઈ : બ્લેક સી વિસ્તારમાં હુમલાઓને પરિણામે આયાતમાં ખલેલ તથા ઘરઆંગણે ચોમાસાની નબળાઈને પગલે સનફલાવર ઓઈલના સ્થાને ભારત વૈકલ્પિક વનસ્પતિ તેલનો પૂરવઠો સલામત કરી લેવા તરફ નજર દોડાવી રહ્યું છે.
સનફલાવર ઓઈલના ટોચના પૂરવઠેદારો રશિયા તથા યુક્રેન ખાતેથી પૂરવઠામાં ૬૦ દિવસ સુધીની ઢીલ ઉપરાંત ભાવમાં વધારો થઈ રહ્યો છે.
દેશમાં સનફલાવર ઓઈલના સ્થાને વૈકલ્પિક વનસ્પતિ તેલ માટે પામ તથા સોયા ઓઈલની આયાત વધારવી પડી છે એટલુ જ નહીં અમારે દક્ષિણ અમેરિકાના પૂરવઠેદારો તરફ પણ વળવુ પડયું છે એમ સ્થાનિક ટ્રેડરો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.
બ્લેક સીમાં હુમલાને કારણે ભારતમાં વનસ્પતિ તેલનો પૂરવઠો ખોરવાઈ ગયો છે. રશિયા ખાતેથી તેલ લઈને આવતા અસંખ્ય જહાજો અટવાઈ પડયા છે.
રશિયા ખાતેથી પૂરવઠો અટવાઈ પડતા સનફલાવરના ભારતના આયાતકારો આર્જેન્ટિના ખાતેથી ખરીદી કરવા લાગ્યા છે. ભારતમાં શરૂ થનારી તહેવારોની મોસમ પહેલા માગને પહોંચી વળવા આયાતકારોએ અન્ય બજારો તરફ નજર દોડાવવાની ફરજ પડી છે. અલ નિનોની અસરને કારણે વર્તમાન વર્ષમાં ચોમાસુ નબળુ રહેવાની સ્થિતિમાં તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટ પડી શકે છે.
વર્તમાન વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની વનસ્પતિ તેલની એકંદર આયાતમાં વીસ ટકા આયાત સનફલાવર ઓઈલની રહી હતી એમ સોલવન્ટ અક્સટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના સુત્રોએ જણાવ્યું હતું. આમાંથી મોટો હિસ્સો બ્લેક સી મારફત આયાત થાય છે.